દ્વારકાના જગતમંદિરમાં હોળી નિમિત્તે યોજાશે ફૂલડોલ ઉત્સવ, દર્શનના સમયમાં પણ ફેરફાર
હોળી-ધૂળેટી નજીક આવી રહી છે તેમ તેમ મંદિરોમાં ઉજવણીની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. હોળી-ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી ભગવાનના દર્શનાર્થે જતા હોય છે.
આગામી હોળી-ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, 14 માર્ચ, 2025ના રોજ શુક્રવારે ફાગણ સુદ પૂનમના દિવસે દ્વારકા જગત મંદિરમાં હોળી-ફૂલડોલ ઉત્સવ ઊજવાશે. ત્યારે ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને જગતમંદિરમાં ભગવાનના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે. જેમાં 14 માર્ચ, 2025ના રોજ સવારના 6:00 વાગ્યે શ્રીજીની મંગળા આરતી થશે. આ પછી બપોરના 1:00 વાગ્યે મંદિર બંધ થયા બાદ ફૂલડોલ ઉત્સવ શરૂ થશે.

જેમાં 1:30 વાગ્યે આ ઉત્સવની આરતી કરવામાં આવશે, જેના 2:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. આ પછી 2:30 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. જો કે, આ પછી સાંજે નિત્યક્રમ પ્રમાણે ભગવાનના દર્શન અને આરતી કરવામાં આવશે.
હોળી-ધૂળેટીના પર્વને લઈને દેવભૂમિ દ્વારકા જગતમંદિરમાં આયોજિત ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે સેવાભાવિકો દ્વારા કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ભક્તિ, સેવા, સુરક્ષાનો અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે.
તેવામાં અકસ્માતની ઘટના ન સર્જાય અને લોકો સલામત રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આરટીઓ દ્વારા રિફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
