નીતિન પટેલ નારાજ થતા, CM રૂપાણી ફોન પર વ્યસ્ત થઇ ગયા

Written By:
Subscribe to Oneindia News

ચૂંટણી પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગૃહ અને નાણાં ખાતું ના આપી તેમનું કદ વેતરવાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ જ કારણે નીતિન પટેલ નારાજ છે પર રાજીનામું આપવા ત્રણ દિવસનું હાઇ કમાન્ડને અલ્ટીમેટમ આપ્યું છે તેવી ચર્ચાઓએ હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જો કે આ મામલે નીતિન પટેલ કે સીએમ વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ કંઇ પણ કહેવાનું ટાળ્યું છે. અને આ જ કારણે આ ચર્ચાઓએ વધુ જોર પકડ્યું છે. જો કે કેબિનેટ મંત્રીઓને ખાતા ફાળવણી પછી સંયુક્ત પ્રેસવાર્તામાં વિજય રૂપાણીએ નીતિનભાઇ નારાજ નથી અને આવી કોઇ વાતો અફવા છે તેમ જણાવ્યું હતું. પણ હાલની પરિસ્થિતિ કંઇ બીજી જ વાત રજૂ કરી રહી છે.

Gujarat

ત્યારે બીજી તરફ શનિવારે ફ્લાવર શોનું અમદાવાદ ખાતે ઉદ્ધાટન કરવા આવેલા વિજય રૂપાણી ફ્લાવર શો ઉદ્ધાટનમાં ઓછા અને ફોન પર વધુ વ્યસ્ત દેખાયા હતા. વળી પત્રકારો દ્વારા નીતિન પટેલની નારાજગી અંગે પૂછવા મામલે પણ તેમને જવાબ આપવાનો ટાળ્યો હતો. અને ફ્લાવર શો અંગે વાત કરવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ નાણાં ખાતાનો કાર્યભાર આજે સૌરભ પટેલે અધિકૃત રીતે અપનાવ્યો હતો. વધુમાં તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ હાઇકમાન્ડ દ્રારા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને સમજાવવા માટે શાંતિદૂત કે ઉત્તર ગુજરાતના નેતાઓનું મંડળ પણ મોકલવામાં આવી શકે છે. ત્યારે આ કારણે ગુજરાત રાજકારણમાં હાલ અંજપા ભરી સ્થિતિ છે.

English summary
Dy. CM Nitin Patel may resigns, he gave 3 days ultimatum. On the other hand CM Rupani avoid to talk on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.