For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ઝુત્શી ફરી એકવાર બુધવારે ગુજરાતની મુલાકાત લેશે

|
Google Oneindia Gujarati News

vinod-zutshi
અમદાવાદ, 6 નવેમ્બર : રાજ્યમાં ચૂંટણી માટેમી તૈયારીઓના ગરમાવા વચ્ચે ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશનર વિનોદ ઝુત્શી તૈયારીઓની સમીક્ષા માટે ફરી એક વાર બુધવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના સંદર્ભમાં ચૂંટણી કમિશનર પોતાની ત્રણ દિવસની મુલાકાતમાં એટલે કે 7 નવેમ્બરથી 9 નવેમ્બર, 2012 દરમિયાન તેઓ દરેક જિલ્લાના કલેક્ટર, રાજ્યના પોલીસ વડા, પોલીસ અધિકારીઓ, મુખ્ય સચિવ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારી સંદર્ભમાં સમીક્ષા ચર્ચા કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ તમામ જિલ્લાઓના રિટર્નિંગ ઓફિસર્સની તૈયારી અંગે તેમની સાથે ચૂંટણી સંદર્ભના 18 મુદ્દાઓ અંગે પ્રશ્નોત્તરી કરી ચર્ચા કરશે અને તૈયારીની સ્થિતિનો ક્યાસ કાઢશે. આ ઉપરાંત તેઓ ઇવીએમ મશીન્સના રેન્ડમાઇઝેશનની પણ સમીક્ષા કરશે.

તેઓ ચૂંટણીની જાહેરાત થયા બાદ અગાઉ મહત્વની ચર્ચા કરવા અને સૂચના આપવા ગુજરાત આવી ચૂક્યા હતા. હવે ચૂંટણીની 50 ટકા તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે ત્યારે તેઓ ફરી સમીક્ષા કરવા આવી રહ્યા છે.

English summary
Dy EC Zutshi visits Gujarat on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X