કચ્છમાં ભૂકંપના હળવા ઝટકા, તીવ્રતા 4.5ની નોંધાઇ

એક ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિસમોલોજિકલ રિસર્ચ(આઇએસઆર)ના મહાનિદેશક બી કે રસ્તોગીએ જણાવ્યું કે ભૂકંપ કચ્છ જિલ્લામાં ચોબુરી નજીક ભચાઉથી 22 કિમી દૂર બપોરે 12 વાગ્યાની આસપાસ અનુભવવામાં આવ્યો છે.
અહેવાલ અનુસાર ભૂકંપથી કોઇ જાનમાલનું નુક્સાન થયું હોવાની કોઇ જાણકારી નથી. આ પહેલા પણ કચ્છમાં ભૂકંપના ઝટકા આવતા રહ્યાં છે. આ ક્ષેત્ર વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપ દરમિયાન ગંભીર રીતે બરબાદ થઇ ગયો હતો.












Click it and Unblock the Notifications
