ગુજરાતઃ જામનગર અને મહુવામાં ભૂકંપના આંચકા અનુભવાયા
જામનગરમાં 2.6, મહુવામાં 3.8 તેમજ ગોંડલમાં 2.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. લો
ગુજરાતના રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. ગઈ કાલે રાજકોટમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સતત બીજા દિવસે પણ કોટડાસાંગાણીના હડમતાળા અને અરડોઈ ગામમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.

ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગોંડલના સડકપીપળીયા ગામમાં તેમજ જામનગરમાં 2.6, મહુવામાં 3.8 તેમજ ગોંડલમાં 2.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી. જામનગરમાં બે આંચકા આવ્યા હતા. જામગનરથી 26 કિમી દૂર સાઉથ ઈસ્ટમાં તેનુ એપિસેન્ટર નોંધવામાં આવ્યુ છે. આ આંચકા સવારે આઠ વાગે અનુભવાયા હતા. ભચાઉમાં પણ એક આંચકો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 5 મહિના પહેલા માઉન્ટ આબુમાં 4.0 તીવ્રતાનો અને 8 મહિના પહેલા સિલવાસા, દાદરા નગરહવેલીમાં 4.0 મેગ્નીટ્યુની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો.












Click it and Unblock the Notifications
