વાંસદા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા નોંધાઈ
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા વાંસદા પંથકમાં આજે સવારના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

સીસ્મોલોજી સેન્ટરના રિપોર્ટ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઈ હતી, જે સામાન્ય શ્રેણીનો આંચકો ગણાય છે.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદા શહેરથી અંદાજે 62 કિલોમીટર દૂર હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. સમયની વાત કરીએ તો, સવારે 9:24 કલાકે જમીનમાં ધ્રુજારી અનુભવાતા લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.
જો કે, આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલહાનિના સમાચાર સામે આવ્યા નથી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવારનવાર આવી હળવી ધ્રુજારી અનુભવાતી હોવાથી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
