Earthquake: ગુજરાતમાં મોડી રાતે હલી ધરતી, 3.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા
Earthquake: મંગળવારે મોડી રાત્રે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ ભૂકંપનું કેન્દ્ર ભાવનગરથી પાંચ કિલોમીટર નીચે હતું. NCS અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.
મંગળવારે રાત્રે જ્યારે લોકો જમીને ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા હતા તે દરમિયાન ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘોઘા તાલુકાના ખાસ કરીને કુકડ, ગોરીયાળી, કંટાળા, ભાખલ, લાકડીયા નવાગામ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.

ગાંધીનગરના ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસ્મોલૉજી રિસર્ચ સેન્ટરે જાહેર કર્યુ હતુ કે ભાવનગરમાં જિલ્લામાં આવેલ 3.2ની તીવ્રતાનો આંચકો 9.52 કલાકે અનુભવાયો હતો. તેની ઉંડાઈ 11.7 કિમી હતી. ભાવનગરથી 17 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં 11.7 કિમી ઉંડાઈએ કેન્દ્ર હતુ. ભૂકંપ બાદ જાનહાનિના કોઈ સમાચાર નથી તેમ ભાવનગર કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.
https://gujarati.oneindia.com/movies/bollywood/dhanush-and-aishwarya-rajinikanth-divorce-application-filed-18-years-of-marriage-is-coming-to-end-129019.htmlઆ પહેલા 1 ફેબ્રુઆરીએ કચ્છ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો તેમજ મંગળવારે સાંજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ સાંજે 4.44 કલાકે આવ્યો હતો.
રિક્ટર સ્કેલમાં 1થી 10 સુધીની સંખ્યાઓ હોય છે. 1થી 3 સુધીની તીવ્રતાવાળા ધરતીકંપનો અનુભવ સામાન્ય રીતે ઓછો થાય છે. 4થી 7 સુધીની તીવ્રતાવાળા ધરતીકંપો તીવ્રતાથી અનુભવાય છે અને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ 7થી વધુની તીવ્રતાવાળા ધરતીકંપ વિનાશક હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા રાજસ્થાન, હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ આવ્યા હતા. ભારતમાં સતત વધી રહેલા ભૂકંપની સંખ્યા પાછળ એક ડરામણો ખુલાસો સામે આવ્યો છે. ભારતીય ટેકટોનિક પ્લેટ તિબેટની નીચે ફૂટી રહી છે. જેના કારણે દેશની રક્ષા કરતા હિમાલયની ઉંચાઈ પણ વધી રહી છે.
આ પહેલા ઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં 6.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ મંગળવારે આ જાણકારી આપી. પશ્ચિમ પાપુઆના પૂર્વ પ્રાંતમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
શિન્હુઆ ન્યૂ એજન્સીના અહેવાલ મુજબ, ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.1 દર્શાવી હતી પરંતુ બાદમાં તેમાં સુધારો કર્યો હતો. સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ જકાર્તાના સમય મુજબ મંગળવારે સવારે 07.02 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ રાન્સિકી શહેરથી 46 કિમી દક્ષિણપૂર્વમાં અને દરિયાની સપાટીથી 11 કિમીની ઊંડાઈએ હતું.












Click it and Unblock the Notifications
