ECએ ભડકાઉ ભાષણ બદલ કોંગ્રેસના નેતાઓ સામે FIR નોંધી

પંચે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ સૂરત જિલ્લા ન્યાયાધીશને આદેશ કરે કે તેઓ કોંગ્રેસના ત્રણ નેતાઓ કાદીર પિરઝાદા, મક્સૂદ એ કાઝી અને રિઝવાન ઉસ્માની સામે એફઆઇઆર નોંધાવે. આ ઉપરાંત ધાર્મિક નેતા મૌલાના ફૈયાઝ લાતુરી સામે પણ ફરિયાદ નોંધાવે.
ચૂંટણીપંચે તમામને 29 ઑક્ટોબર સુધીમાં તેમની સામે પગલાં કેમ ભરવામાં ના આવે તે અંગેનો લેખિત ખુલાસો આપવા જણાવ્યું છે. પિરઝાદા અને મૌલાના લાતુરીએ સૂરત જિલ્લાના માંડવીના તાડકેશ્વરમાં ધાર્મિક લાગણી ઉશ્કેરવાના ભાષણો આપ્યા હતા. આ અંગે ભાજપના નેતાઓએ ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું હતું.












Click it and Unblock the Notifications
