For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પંચે તાલીમમાંથી છટકી ગયેલા 74 કર્મચારીઓને નોટિસ ફટકારી

|
Google Oneindia Gujarati News

ec
અમદાવાદ, 6 નવેમ્બર : ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલી તાલીમ કામગીરીને ગંભીરતાથી ધ્યાનમાં નહીં લેનારા 74 કર્મચારીઓને ખુલાસો આપવો પડશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રએ સોમવારથી ત્રણ દિવસ માટે ચૂંટણી કામગીરીની તાલીમનો પ્રારંભ કર્યો હતો. તાલીમના પ્રથમ દિવસે જ ૭૪ કર્મચારીઓ ગેરહાજર રહેતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

અમદાવાદ જિલ્લામાં આવેલા ૪૮પ૬ મતદાન મથકો માટે પાંચ દિવસ પહેલા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રપ હજાર જેટલા કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. આ નિમણૂંક બાદ 8 નવેમ્બર, 2012 સુધી ત્રણ દિવસ દરમિયાન તેઓને તાલીમ આપવા માટે એક તાલીમ વર્ગ યોજવામાં આવ્યો છે.

જુદી જુદી વિધાનસભા બેઠકોમાં યોજવામાં આવેલા તેઓના તાલીમ વર્ગમાં સવારથી જ કેટલાક કર્મચારીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. ચૂંટણી અધિકારીઓને શંકા જતાં તેઓએ તાલીમ માટે બોલાવાયેલા ચૂંટણી સ્ટાફમાંથી કોણ-કોણ ગેરહાજર છે તેની તપાસ શરૃ કરી હતી. જેમાં અલગ-અલગ કેટેગરીના કુલ ૭૪ કર્મચારીઓ ગેરહાજર હોવાનું ખુલતાં તમામના નામ નોંધીને ગેરહાજર રહેલા તમામ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું.

આ તમામ કર્મચારીઓનો હાલ ગેરહાજરી માટે ખુલાસો માંગવામાં આવ્યો છે. જે આવ્યા બાદ ગેરહાજરીના કારણો યોગ્ય નહીં જણાય તો આવા કર્મચારીઓ સામે જરૂરી પગલાં ભરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બે દિવસ મંગળવાર અને બુધવાર દરમિયાન પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા ગેરહાજર કર્મચારીઓની નોંધ લેવામાં આવનાર છે.

English summary
EC sent notice to 74 staff members.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X