For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ચૂંટણી વાતાવરણ ડહોળનારાને ચૂંટણી પંચની ચેતવણી

|
Google Oneindia Gujarati News

VSSampath
અમદાવાદ, 30 ઑક્ટોબરઃ ડિસેમ્બરમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોઇપણ પ્રકારના વાતાવરણને ડહોળે તેવા કાર્યને સાંખી લેવામાં નહીં આવે તેવી ચેતવણી ગુજરાત આવેલા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર વીએસ સંપથે પત્રકારોને જણાવ્યું છે, '' પંચ એ વાત પર વધારે મહત્વ આપશે કે કોઇપણને પરિસ્થિતિને દુષિત કરવા દેવામાં નહીં આવે, અમારું મુખ્ય ટાસ્ક આવું ના થાય તે માટે કાર્યરત રહેશે.''
સંપથ સહિત અન્ય પંચના સભ્યો હાલ ગુજરાતમાં છે અને વિધાનસભાની ચૂંટણી અંગેની તૈયારીઓ સહિતની ચર્ચાઓ માટે આવ્યા છે. ચૂંટણીની કામગિરી દરમિયાન રાજ્યાના કેટલાક અધિકારીઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવી હોવાની ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

કોંગ્રેસે ફરિયાદ કરી હતી કે ભાજપ સામુદાયિક મુદ્દાને લઇને મતદાતાઓને ગુમરાહ કરી રહ્યું છે. કોંગ્રેસે વધુમાં કહ્યું હતું કે કેટલાક અધિકારીઓ સત્તાધારી પક્ષ ભાજપ માટે કામ કરી રહ્યાં છે. આ પ્રકારની ફરિયાદ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે, અમે કોઇપણ પ્રકારની ગેરરીતિને ચલાવી નહીં લઇએ, અમે અધિકારીઓને કહીંશુ કે તેમની કામગિરી અમારી દેખરેખ હેઠળ થઇ રહી છે.

પૈસાના ઉપયોગ અંગેના મુદ્દે તેમણે કહ્યું છે,'' અમારી લડાઇ પૈસાના ઉપયોગ સામે નથી. પૈસાના ખોટા ઉપયોગને રોકવા માટે કડક પગલાં લો પરંતુ તેનાથી કોઇ હેરાન થવું જોઇએ નહીં. સામાન્ય કાર્યમાં તેનાથી જરા પર વિક્ષેપ પડવો જોઇએ નહીં.''

English summary
The Election Commission (EC) today warned that it will not tolerate any activities which would disturb or vitiate the atmosphere during the Gujarat Assembly elections to be held in December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X