Vibrant Gujarat 2017: અત્યાર સુધીમાં 23 હજાર MOU થયા

જાપાનના ઇકોનોમી મિનિસ્ટર હિરોશિંગે સેકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કરી મુલાકાત.

આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ધાટન થશે. ગુજરાત ખાતે દેશ-વિદેશના મૂડી રોકાણકારોનો મેળાવડો જામ્યો છે. આજથી શરૂ થઇને 3 દિવસ સુધી ચાલનારી આ વાઇબ્રન્ટ સમિટમાં અબજોના MOU થવાની સંભાવનાઓ દર્શાવવમાં આવી રહી છે.

vijay rupani

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિદેશના ડેલિગેટ્સ સાથેની હાઇ લેવલ મીટિંગમાં વ્યસ્ત છે. કોરિયા અને ભારત વચ્ચે પેટ્રોલિયમના કરાર થવાના હોવાના સમાચાર આવી રહ્યાં છે. તો બીજી બાજુ GIDCમાં MSME માટે જાપાન સાથે MOU થયા હોવાના સમાચાર છે. આ વખતે વાઇબ્રન્ટમાં જાપાનની સૌથી વધુ 15 જેટલી કંપનીઓએ ભાગ લીધો છે.

જાપાનના ઇકોનોમી મિનિસ્ટર સાથે મુલાકાત

થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાપાનના ઇકોનોમી મિનિસ્ટર હિરોશિંગે સેકો સાથે મુલાકાત કરી હતી. જાપાન અને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચે MSME(મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસિસ)માટે MOU થયા છે. ગુજરાતમાં MSME માટે પ્લગ એન્ડ પ્લે પાર્ક બનાવવામાં આવશે. ગુજરાતના વિજય રૂપાણીએ આ માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

રશિયા અખસ્ત્રાનના ચેરમેન સાથે મુલાકાત

આ પહેલાં વિજય રૂપાણીએ રશિયા અખસ્ત્રાનના ચેરમેન સાથે પણ મુલાકાત કરી હતી. રશિયા અખસ્ત્રાનના ચેરમેન સાથે વિજય રૂપાણીએ કુદરતી સ્ત્રોત, ફૂડ પ્રોસેસિંગ, પોર્ટ શિપ બિલ્ડિંગ વગેરે જેવા મુદ્દાઓ સહિત ટુરિઝમ અને શિક્ષણ ક્ષેત્ર અંગે પણ ચર્ચા-વિચારણા કરી.

narendra modi

ગુજરાત સરકાર અને નેધરલેન્ડ વચ્ચે પણ થયા કરાર

ગુજરાત સરકાર અને નેધરલેન્ડ વચ્ચે પણ પર્યાવરણ વિકાસ અંગે વ્યૂહાત્મક કરાર થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોર્ટ બંદરની કુશળતા વહેંચવા તથા લોથલ બંદર વિકાસસાવવા માટે નેધરલેન્ડને આમંત્રણ પાઠવ્યું છે. વિજય રૂપાણીનું સ્વપ્ન છે કે, લોથલ બંદર પર હેરિટેજ મ્યૂઝિયમ વિકસાવવામાં આવે.

શિક્ષણક્ષેત્રના મૂડીરોકાણમાં વધારો-170 ટકા રોકાણ વધ્યું

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાનો દાવો છે કે આ વખતે શિક્ષણ ક્ષેત્રના મૂડી રોકાણમાં 170 ટકા જેટલો વધારો થયો છે. આ વર્ષની સમિટમાં ખાનગી શૈક્ષણિક સંસ્થા માટે 103 તથા સ્કિલ ડેવલપમેન્ટ અે નોલેજ સેન્ટર માટે 18 MOU થયા છે. ખાનગી યુનિ.ની સ્થાપના માટે 7 અને સ્ટાર્ટઅપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે 8 MOU થયા છે. અત્યાર સુધીમાં કુલ 157 જેટલા MOU થયા છે.

ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 8

ગયા વર્ષની વાઇબ્રન્ટ સમિટમાં 25 લાખ કરોડના MOU થયા હતા. આ વર્ષની વાઇબ્રન્ટ સમિટમાં સરકાર 30 લાખ કરોડનું મૂડી રોકાણ થાય એવા પ્રયાસો કરશે. અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ સમિટમાં 23 હજાર જેટલા MOU થયા છે, આ આંકડો 27 હજારથી વધુ થાય એ માટે સરકાર પ્રયત્નશીલ છ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X