For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ દ્વારા હેરાલ્ડ કેસને રાજકીય મુદ્દો બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: પાટીલ

એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડમાં કેસમાં નોટિસ ફટકારી છે. કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે રાજનીતિ કરવામાં આવી રહી છે. ઇડી દ્વારા ફટકારવામાં આવેલ

|
Google Oneindia Gujarati News

એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડમાં કેસમાં નોટિસ ફટકારી છે. કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે રાજનીતિ કરવામાં આવી રહી છે. ઇડી દ્વારા ફટકારવામાં આવેલ નોટિસન ધ્યનમાં રાખીને કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આનાર છે.

C R PATIL

આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને એમના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ પર EDની નોટીસ આપવામાં આવી છે. આ નોટીસને કારણે કોંગ્રેસ ગભરાઈ છે. હાલમાં બંનેને કોર્ટમાંથી આગોતરા જામીન પણ લીધેલા છે અને આવા સંજોગોમાં ED તરફથી નોટીસ આપીને જવાબ લખાવવા માટે બોલાવવામાં આવે એનો અર્થ એ છે કે, આ ક્રીમીનીલ કેસ છે અને એવા ક્રિમીનલ કેસના ડરથી રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ કેસનો ફોર્મ્યુલા ખુબ જુનો થઇ ગયો છે, ભ્રષ્ટાચાર કરવો અને જ્યારે સત્ય સામે આવે ત્યારે રાજકીય મુદ્દો બનાવીને ચગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ લોકોએ દેશની સંપત્તિ ને લુંટી છે, આ કેસમાં સ્વયંસ્પષ્ટ થઇ ગયું છે અને FIR પણ દાખલ કરવામાં આવી છે.

જે રીતે એમણે યંગ ઇન્ડિયા કંપની બનાવી અને બધાજ શેર હોલ્ડર્સને પૂછ્યા વગર શેર ટ્રાન્સફર કરી દીધા અને ફક્ત 50 લાખની કિંમતે આખી પ્રોપર્ટીને પોતાના નામે લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. એના કારણે આ કેસ થયો છે અને સોનિયા ગાંધી સહીત બીજા બે લોકો સામે કેસ થયેલા છે. અને એમાંથી થોડાક વર્ષો પહેલા જ થોડાક લોકોએ એનો જવાબ પણ લખાવ્યો હતો જેમાં પવન બંસલ, મલ્લિકા અર્જુન ખડગે એમાં એમણે પણ જવાબ લખાવ્યો છે અને એમણે પણ સ્વરીતે આ જવાબ લખાવી દેવો જોઈએ અને પોતાની વાત રજુ કરી દેવી જોઈએ.

પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, આ કોંગ્રેસ છે અને જ્યારે એ ગુનો કરે છે ત્યારે આખા દેશ પર દબાણ ઉભું કરવાનો પ્રયત્ન કરે છે. આપણે ઇન્દિરા ગાંધી વખતે જોયું કે નામદાર કોર્ટનાં હુકમ પછી જ્યારે એમનું ઈલેક્શન રદ્દ થયું ત્યારે કોંગ્રેસ કટોકટી લાદ્યા સુધી લઇ ગયા હતા. આ દેશની લોકશાહીને લાંછન લગાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને પોતાના બચાવમાં કટોકટી નો ઉપયોગ કર્યો હતો.

આજે પણ જ્યારે આ કરોડો રૂપિયાની મિલકતો હડપવાનો જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો પ્રયત્ન હતો એ પ્રયત્ન જ્યારે નિષ્ફળ જઈ રહ્યો છે અને ED એ જ્યારે લોકો સમક્ષ મુક્યું છે ત્યારે એને રાજકીય રંગ આપવો એ કોંગ્રેસને શોભતું નથી. જો એમણે ખોટું નાં કર્યું હોય તો જઈને જવાબ લખાવી દવો જોઈએ. અમારો મુદ્દો એજ છે કે કોંગ્રેસ આટલી ડરી કેમ ગઈ છે એમને EDનાં નોટીસ થી આટલો ડર કેમ લાગે છે અને એનો જવાબ કોંગ્રેસ આખા દેશનાં લોકોને આપે એજ અમારી માંગણી છે.

English summary
ED notice to Rahul-Sonia in Herald case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X