ઇ.ડી નો વધુ એક સપાટો, બાયોટર ઇન્ડસ્ટ્રીઝની સંપતિ જપ્ત કરી

Subscribe to Oneindia News

ઇડી દ્વારા વધુ એક સપાટો બોલાવવામા આવ્યો છે. ઇડીએ બાયોટર કંપનીની 132 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અને આશરે 150 કરોડની સંપત્તિ અત્યાર સુધીમાં જપ્ત કરી છે. બાયોટક ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ વિવિધ બેંકોને 338 કરોડનું નુકસાન પહોંચાડ્યું છે. બાયોટર કંપની દ્વારા જુદા જુદા પ્લાનથી છેતરપીડીં આચરવામા આવી હોવાનો આરોપ છે.

currency note

નોંધનીય છે કે આ કેસમાં ઇડી દ્વારા અગાઉથી જ 17 કરોડની મિલ્કત જપ્ત કરી લેવામા આવી હતી. ત્યારે બાયોટર કંપનીના ડાયરેકટર રાજેશ કાપડીયા, ભરત કાપડીયા અને દિનેશ કાપડીયા સામે પહેલેથી PMLAનો કેસ ચાલી રહ્યો છે, ઇડી દ્વારા અત્યાર સુધી જપ્ત કરાયેલી મિલ્કતો ની બજાર કિંમત 300 કરોડ સુધીની છે. જેમા અલિબાગ વડોદરા અને મુંબઇની જમીન, ફલેટ, બંગલો અને ઓફીસો નો આ જપ્ત કરી છે

English summary
ED seized Biotor Industries assets in Gujarat. Read here more.
Please Wait while comments are loading...