શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કર્યું ધ સ્ટાર્ટઅપ ગાઈડના કવર પેજનું અનાવરણ
The Startup Guide: રાજ્યના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0)ને અમલમાં મુકી છે.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી, સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા શબ્દો, પોલીસીથી મળતા લાભ અને તે લાભ વિશે કેવી રીતે અરજી કરી શકાશે, તે સહિતની સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સાથે જોડાયેલી તમામ માહિતીથી વિદ્યાર્થીઓ માહિતગાર થઈ શકે, તે હેતુથી સ્કૂલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા ધ સ્ટાર્ટઅપ ગાઈડ લોન્ચ કરવામાં આવશે. ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમીત્તે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે ધ સ્ટાર્ટઅપ ગાઈડનું કવર પેજ લોન્ચ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની દિશામાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખુબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે, ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0)ને અમલમાં મુકી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના અને ગુજરાતના યુવાનોમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન થકી તેમનામાં રહેલી સર્જનાત્મક ક્ષમતાને વિકસાવવા અને સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ બિઝનેસને પ્રોત્સાહન આપવા 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
સ્કૂલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ધ સ્ટાર્ટઅપ ગાઈડમાં ધોરણ 6 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ જેઓ ઈનોવેશન થકી કઈક નવું કરવા ઈચ્છે છે, તેના માટે રોડ મેપનું કામ કરશે. સ્કૂલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ SSIP 2.0ની દેખરેખ અને અમલીકરણનું કામ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0) અંતર્ગત ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા 20 હજાર સુધીની સહાય આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
