Lok Sabha Election 2024: ગુજરાતમાં મતદાન પહેલા ચૂંટણી પંચને મળી 10 હજારથી વધુ ફરિયાદ
Lok Sabha Election 2024: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ માટે મતદાન માટે શુક્રવારના રોજ અધિસૂચના જાહેર કરી છે. આ સાથે જ ઉમેદવારનું નામાંકન પત્ર દાખલ કરવાનું શરૂ થઇ ગયું છે.
લોકસભા ચૂંટણીની સાથે રાજ્યમાં પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. મતદાન પહેલા ગુજરાતમાં ચૂંટણી પંચે 86.82 કરોડનો સામાન જપ્ત કર્યો છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતના 26 લોકસભા મતદાન વિભાગો અને વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા સહિત કુલ 5 વિધાનસભા બેઠકોના ચૂંટણી અધિકારીઓએ નમૂના નંબર-01 માં ચૂંટણી જાહેરનામું બહાર પાડ્યું છે.
19 એપ્રિલ સુધી, ઉમેદવારો જાહેર રજાઓ સિવાય સવારે 11 થી બપોરે 3 કલાક સુધી ઉમેદવારી નોંધાવી શકશે. આ પછી, 20 એપ્રિલ, 2024 ના રોજ સવારે 11 કલાકથી ઉમેદવારી પત્રોની ચકાસણી શરૂ થશે. જે બાદ જો ઉમેદવારો ઇચ્છે તો, તેઓ 22 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 3 કલાકે સુધી તેમના નામ પાછા ખેંચી શકે છે.

રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અને નિયંત્રણ કરવા માટે, રાજ્યમાં 756 ફ્લાઈંગ સ્કવોડે અત્યાર સુધીમાં રૂપિયા 6.54 કરોડ રોકડા, રૂપિયા 11.73 કરોડની કિંમતનો 3.84 લીટર દારૂ, રૂપિયા 27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનું અને ચાંદી, 1.73 કરોડ રૂપિયા 564.49 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કર્યું છે, કુલ 86.82 કરોડનો માલસામાન સાથે કાર, મોટરસાઇકલ, સિગારેટ, લાઇટર અને રૂપિયા 39.20 કરોડનો આથો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, 16 માર્ચ, 2024 થી 10 એપ્રિલ, 2024 સુધીમાં C-VIGIL મોબાઇલ એપ પર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની કુલ 1615 ફરિયાદો મળી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, આ તમામ ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 16 માર્ચ, 2024 થી 10 એપ્રિલ, 2024 સુધીમાં રાષ્ટ્રીય ફરિયાદ સેવા પોર્ટલ પર મતદાર આઈડી કાર્ડ સંબંધિત 6087, મતદાર યાદી અંગે 574, મતદાર કાપલી અંગે 138 અને અન્ય 1520 સહિત કુલ 8319 ફરિયાદો મળી છે.
આ ઉપરાંત 16 માર્ચ, 2024થી મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર પર 99 ફરિયાદો મળી છે. આ તમામનું નિરાકરણ કરી આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત પત્ર અને ઈ-મેલ દ્વારા પણ 435 ફરિયાદો મળી છે, જેમાં 18 ફરિયાદો 9 રાજકીય પક્ષો સંબંધિત, 34 ચૂંટણી પંચ સંબંધિત અને 374 અન્ય સામેલ છે.
આ ઉપરાંત આદર્શ આચાર સંહિતા હેઠળ 16 માર્ચથી 10 એપ્રિલ સુધીમાં રાજ્યમાં સરકારી મિલકતો પરથી કુલ 164984 રાજકીય પ્રચાર પોસ્ટરો અને જાહેરાતો અને 60737 ખાનગી મિલકતો પરથી હટાવાયા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
