આજે બપોરે 12 વાગે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે કેન્દ્રીય ચૂંટણી પંચ, આચારસંહિતા આવશે અમલમાં
દેશની મોસ્ટ અવેઈટેડ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આખરે આજે બપોરે 12 વાગે જાહેર થઈ જશે.
નવી દિલ્લીઃ દેશની મોસ્ટ અવેઈટેડ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આખરે આજે બપોરે 12 વાગે જાહેર થઈ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે. માનવામાં આવી રહ્યુ છે કે વર્ષ 2017ની જેમ આ વર્ષે પણ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત જ્યારે કરવામાં આવી ત્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપની આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.

કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફરન્સમાં ચૂંટણીની તારીખો સાથે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારોના અરજીપત્રકો ભરવાની તારીખ તેમજ ઉમેદવારી પત્રો ચકાસવાની અને ઉમેદવારી પત્રો પરત સેવાની તારીખોની પણ જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જ્યાં 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. માટે માનવામાં આવી રહ્યુ છે કે આ 26 દિવસની અંદર જ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી શકે છે. વળી, હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનુ પરિણામ પણ એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપ દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પણ વેગીલી બની શકે છે. દરમિયાન આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપની સંકલનની બેઠક મળવાની છે. આ સંકલનની બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ નેતાઓ હાજર રહેશે. ભાજપને સેન્સ પ્રક્રિયામાં કુલ 4340 બાયોડેટા મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ બાયોડેટા 1490 ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે. ભાજપને સૌરાષ્ટ્રમાંથી કુલ 1163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં મળ્યા 962 બાયોડેટા. તો બીજી તરફ સૌથી ઓછા બાયોડેટા 725 દક્ષિણ ગુજરાતમાંથી મળ્યા છે. 2017ની ચૂંટણી કરતા 1100 બાયોડેટા વધારે મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં મળેલા આ બાયોડેટા પર સંકલનની બેઠક પર ભાજપ મંથન કરશે. સંકલનની બેઠક બાદ પસંદ કરેલા નામો માર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રાખવામાં આવશે.
10 ઓક્ટોબર, 2022ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદારયાદી મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. મતદારોમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.












Click it and Unblock the Notifications
