For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ જિલ્લાની ભૂજ બેઠકનું રાજકીય સમિકરણ

કચ્છ જિલ્લાની ભૂજ બેઠકનું રાજકીય સમિકરણ

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટા જિલ્લા તરીકે જેની ગણના થાય છે તે, કચ્છ જિલ્લામાં છ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં ખાસ કરીને જિલ્લાની તમામ બેઠકો પર ભાજપનું પ્રભુત્વ રહ્યુ છે. ત્યારે, ભૂજ બેઠકના રાજકીય સમિકરણની જો વાત કરવામાં આવે તો, આ બેઠક પર પણ ભાજપનો ભગવો લહેરાતો રહ્યો છે.

gujarat assembly election 2022

કચ્છની ભૂજ વિધાનસભા બેઠકમાં જો જાતિવાદી સમિકરણ પર નજર કરવામાં આવે તો, આ બેઠક પર પાટીદાર, દલિત અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ રહેલું છે. આ ઉપરાંત જૈન, લોહાણા અને બ્રાહ્મણ તેમજ ક્ષત્રિય મતદારો પણ નિર્ણાયક સંખ્યામાં જોવા મળે છે. આ બેઠક પરથી ભાજપના ડો. નિમા આચાર્ય વિજેતા થયા છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના આદમ ચાકીને પરાજિત કર્યા હતા.

જો, 2022ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, આ બેઠક પરથી કોંગ્રેસે અરજણભાઇ ભુંડીયાને ટિકિટ આપી છે. તો, ભાજપમાંથી કેશુ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત આ બેઠક પરથી આમ આદમી પાર્ટી અને એમઆઇએમ પણ મેદાનમાં હોવાથી આ ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે.ભુજ સીટ પર મુખ્યત્વે આહિર અને ચારણનું વર્ચસ્વ વધુ છે. 1990માં પુષ્પદાન ગઢવી ભાજપની ટિકિટ પર ચૂંટાયા હતા જ્યારે 1995 અને 1998માં મુકેશ ઝવેરી ભાજપની ટિકિટ પર ચૂંટાયા હતા. 2002માં કોંગ્રેસ તરફથી શિવજીભાઈ આહિર ભુજ સીટ જીત્યા હતા અને તે પછી ક્યારેય કોંગ્રેસની વાપસી નથી થઈ. 2007માં ભાજપ તરફથી વાસણભાઈ આહિર અને 2012 તથા 2017માં ભાજપ તરફથી ડૉ નિમાબેન આચાર્ય આ સીટ પરથી ચૂંટાયાં હતાં.

જો ગત ચૂંટણીની વાત કરીએ તો અહીં ભાજપનો વોટશેર 50.73 ટકા રહ્યો હતો જેમાં 2012ની ચૂંટણીની સરખામણીએ 6.2% નો વધારો થયો છે. નિમાબેન આચાર્યને 2017માં કુલ 86532 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના અદમભાઈ ચાકીને 72510 મત મળ્યા હતા.

English summary
Election scenario of bhuj constituency of kachchh district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X