વડાપ્રધાન મોદીએ લીધેલા નોટબંધીનાં નિર્ણયને સાર્વત્રિક આવકાર: અમિત શાહ

Subscribe to Oneindia News

અમિત શાહની અધ્યક્ષતા હેઠળ અમદાવાદના બાવળા નજીક કેંસવિલે ખાતે યોજાયેલી ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનું સમાપન થયુ હતુ. આ બેઠકમાં મુખ્યત્વે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના બોર્ડ અને નિગમોમાં નિમણૂકો કરવા અંગે ચર્ચા કરાઇ હતી. વળી, સંગઠનને મજબૂત બનાવવા માટે પ્લાનિંગ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

amit shah

સંગઠન અને સરકારને જનમાનસ સુધી પહોંચવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે કાર્યકરોને આહવાન આપ્યુ હતુ તેમજ કહ્યુ હતુ કે દેશ ચલાવવો તેમજ દેશ બદલાવો બંને અલગ બાબત છે. વપ્રધાન નરેન્દ્ર મોદી દેશને બદલવાનું કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ લીધેલા નોટબંધીનાં નિર્ણયને સાર્વત્રિક આવકાર મળ્યો છે. ગુજરાતમાં સરકાર-સંગઠને હંમેશા પરિશ્રમી અને પરિણામલક્ષી કામગીરી કરી છે. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપ ચુંટણીઓ માટે સજ્જ છે.

English summary
ending of bjp 2 daysameet held in bavla, ahmedabad
Please Wait while comments are loading...