ઊર્જા મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા વીજળી મહોત્સવનું આયોજન કરાયુ!
રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે વીજળી મહોત્સવ નો એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર : રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે વીજળી મહોત્સવ નો એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભારત સરકારના ઉર્જા મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા વીજળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉર્જા મંત્રાલયની ઉપલબ્ધિઓથી લોકોને વાકેફ કરવા અને તેમાં લોકભાગીદારી તથા જાગૃતિ વધારવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. વીજ ઉત્પાદનની ક્ષમતા 2014 માં 2,48,554 મેગાવોટથી હતી તે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતાં 1,85,000 મેગાવોટ વધુ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે. તેમજ 1,63,000 સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જે સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે 1,12,000 મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ.
પેરીસમાં યોજાયેલ કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ(COP21)માં વચન આપ્યું હતું કે 2030 સુધીમાં વીજ ઉત્પાદન ક્ષમતાના 40% રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હશે. રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા 1.63 લાખ મેગાવોટ વીજળી જનરેટ કરીએ છીએ.
ગ્રામીણ વિસ્તારોમાં પુરવઠાના સરેરાશ કલાકો 12.5 કલાક હતા જે હવે વધીને સરેરાશ 22.5 કલાક થયા છે.
વીજળી મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાનુભાવો દ્વારા વીજળીના ફાયદા અને છેલ્લા કેટલાક વર્ષોમાં પાવર સેક્ટરમાં દર્શાવેલી અભૂતપૂર્વ વૃદ્ધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નુક્કડ નાટક અને પાવર સેક્ટર પર ટૂંકી ફિલ્મોનું સ્ક્રીનીંગ પણ યોજવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
