ગુજરાતમાં દરિયાની 46.30 ટકા પટ્ટીમાં ધોવાણ, જોખમમાં વધારાના સંકેત
નવી દિલ્હી, 6 ઓગસ્ટ : ભારત સરકારનો અભ્યાસ દર્શાવે છે કે ગુજરાતમાં કુલ દરિયાઇ પટ્ટીના 46.30 ટકા વિસ્તારમાં દરિયાઇ ધોવાણ થયું છે. જે રાજ્યના જાન-માલ માટે જોખમી પુરવાર થઇ શકે છે.
લોકસભામાં આ સંદર્ભનો લેખિત જવાબ આપતા પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે 'આ અંગે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં સરેરાશ 40 ટકા દરિયાઇ પટ્ટી પર ધોવાણ થયું છે. આ દરિયાઇ ધોવાણ ભારે, મધ્યમ અને હલકા પ્રમાણમાં થયું છે. અભ્યાસ દર્શાવે છે કે દેશમાં સૌથી લાંબી 1600 કિલોમીટરની દરિયાઇ પટ્ટી ધરાવતા રાજ્ય ગુજરાતમાં 46.30 ટકા પટ્ટીમાં ધોવાણ નોંધાયું છે.'

કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગના જણાવ્યા અનુસાર આ અભ્યાસ નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ, ચેન્નાઇ અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશન મેનેજમેન્ટ, અન્ના યુનિવર્સિટી, ચેન્નાઇ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો છે.
આ અહેવાલ 'Assessment of shoreline change for the entire coast of mainland India, extending from Gujarat in the west coast to West Bengal in the east coast'નામથી પ્રકાશિત થયો છે.
આ ધોવાણ છેલ્લા 38 વર્ષ એટલે કે 1972થી 2010 દરમિયાન થયું છે. આ કારણે દરિયા કિનારે વિકસેલા ઉદ્યોગો, માનવ જનજીવનને મોટું નુકસાન થઇ શકે છે.












Click it and Unblock the Notifications
