For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અ'વાદમાં ઓઇલ ચોરી કરનાર ગેંગ ઝબ્બે, સાત કરોડનું ઓઇલ ચાંઉ

|
Google Oneindia Gujarati News

ioc
અમદાવાદ, 9 મે : પોલીસે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સલાયાથી મથૂરા સુધીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનથી ઓઇલ ચોરી કરનારી એક આંતરરાષ્ટ્રીય ગેંગનો ભાંડાફોડ કરી તેના આગેવાનોની ધરપકડ કરી લીધી છે.

પોલીસે જણાવ્યું કે આ ગેંગનો મુખ્ય વ્યક્તિ ઓએનજીસીનો પૂર્વ સુરક્ષાકર્મી રમેશ યાદવ છે. ઉત્તર પ્રદેશના મૈનપૂરી નિવાસી યાદવ છેલ્લા ત્રણ વર્ષોમાં 92 ટેંકર ક્રૂડ ઓઇલ ચોરી કરીને તેને વેચી ચૂક્યો છે જેની બજારમાં કિંમત સાત કરોડ રૂપિયા છે.

જોઇન્ટ પોલીસ કમિશ્નર એ કે શર્માએ પત્રકારોને જણાવ્યું કે 'આઇઓસીના સલાયા મથુરા પાઇપલાઇનથી ઓઇલ ચોરી કરનાર ગેંગનો ભાંડો ફોડી તેના મુખ્ય આરોપી ઓએનજીસીના પૂર્વ સુરક્ષાકર્મી રમેશ યાદવની ધરપકડ કરી લેવાઇ છે.'

ક્રાઇમ બ્રાંચના ડીસીપી હિમાંશુ શુક્લએ જણાવ્યું કે યાદવને ગુજરાતમાં ઓએનજીસીની પાઇપલાઇનથી ઓઇલ ચોરીની યોજના બનાવતી વખતે પકડી પાડવામાં આવ્યો. આ ગેંગની કામ કરવાની રીત અંગે શર્માએ જણાવ્યું કે રમેશ અને તેના સાથિયોએ મળીને પાઇપલાઇનમાં સાત જગ્યાએ લીકેજ કર્યું હતું. ત્યાંથી તેઓ ઓઇલ ચોરી કરીને તેને દિલ્હી- ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં જઇને વેચતો હતો.

English summary
Ex ONGC guard's gang of oil thieves busted in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X