જાણો રાજ્યના તમામ 207 ડેમની પરિસ્થિતિ

સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ પડી રહેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઇ છે. નદી-નાળા અને ડેમ છલકાઇ રહ્યા છે. ઘણા જિલ્લામાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ પણ સામે આવી છે. ઘણા ગામોમાં પાણી ભરાઇ જવાને કારણે સંપર્ક કપાઇ ગયો છે. આવામાં રાજ્યના 207 ડેમમાંથી ઘણા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

ગુજરાતમાં આવેલા 207 ડેમમાંથી 61 ડેમ છલકાઇ ગયા છે. જ્યારે કુલ ડેમમાંથી 67.87 ટકા ડેમ ભરાયા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડેમો પૈકી 67.18 ટકા ડેમ ભરાઇ ગયા છે. મધ્ય ગુજરાતમાં 17 પૈકી બે સંપૂર્ણ ભરાઇ ગયા છે, જ્યારે કુલ ડેમમાંથી 43.14 ટકા ડેમ ભરાયા છે. દક્ષિણ ગુજરાતના કુલ 13 ડેમ પૈકી 3 ડેમ છલકાઇ ગયા છે. જ્યારે કુલ ડેમમાંથી 66.52 ટકા ડેમ ભરાયા છે.

rain

સૌરાષ્ટ્રમાં કુલ 141 ડેમ આવેલા છે, જે પૈકી 46 ડેમ છલકાઇ ગયા છે. કુલ ડેમમાંથી 81.51 ટકા ડેમ ભરાયા છે. ગુજરાતના સૌથી મોટા ડેમ સરદાર સરોવરની વાત કરવામાં આવે તો તે 71.62 ટકા ભરાયો છે.

આ સાથે ઘણા ડેમ માટે હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ અને મોરબીનો મચ્છુ-1 ડેમ હાઇ એલર્ટ પર છે. આ ઉપરાંત મોરબીના મચ્છુ-2 માટે ચેતવણી આપવામાં આવી છે. જ્યારે બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ, મહેસાણાનો ધરોઇ ડેમ, રાજકોટના ધરોઇ અને UND-1 ડેમ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

નવસારીના જુજ અને કેલિયા માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે ઓવરફ્લો થતા તેનું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. આ સાથે તાપીના સોનગઢમાં આવેલા દોસવાડા ડેમ પણ હાઇ એલર્ટ પર છે, જે ઓવરફ્લો થયો હતો.

નર્મદાનો ચોપડવાવ અને કાકડી-અંબા તેમજ તાપીનો ઉકાઇ ડેમમાં પાણી સારી આવક થઇ રહી છે. જેમાં ઉકાઇ ડેમ 68.19 ટકા, કાકડી-અંબા 39.94 ટકા અને ચોપડવાવ 39.35 ટકા ભરાયો છે. આ સાથે નર્મદાનો કરજણ ડેમ 62.12 ટકા ભરાયો છે.

સુરતના લાખીગામ અને ભરૂચના ધોળી ડેમ માટે ચેતવણી આપવામાં આવી છે. જેમાં લાખીગામ 79.77 ટકા અને ધોળી 74.59 ટકા ભરાયા છે. સુરતનો માંડવી ડેમ 49.73 ટકા ભરાયો છે. બલદેવા અને પીગુટ ડેમ અનુક્રમે 19.79 ટકા અને 21.89 ટકા ભરાયા છે.

છોટા ઉદેપુરના સુખી અને રામી ડેમ અનુક્રમે 40.86 ટકા અને 24.22 ટકા ભરાયા છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલો ડીયો ડેમ 62.30 ટકા ભરાયો છે. આ સાથે દાહોદના કાલી-2 અને મચ્છનાલા અનુક્રમે 67.98 ટકા અને 44.32 ટકા ભરાયા છે.

મહીસાગરના કડાણા અને ભાદર ડેમ અનુક્રમે 37.98 ટકા અને 15.20 ટકા ભરાયા છે. આ સાથે દાહોદના પાટાડુંગરી, હડફ અને કબુતરી ડેમ અનુક્રમે 35.18 ટકા, 62.92 ટકા અને 33.40 ટકા ભરાયા છે.

આ સાથે દાહોદના બે ડેમ હાઇ એલર્ટ પર છે, જેમાં ઉમરિયા અને ઇડલવાડા ડેમનો સમાવેશ થાય છે. આ બંને ડેમ 100 ટકા ભરાઇ જવાને કારણે ઓવરફ્લો થયા છે. આ સાથે 71.80 ટકા ભરાયેલો દેવગઢ બારિયાના ડેમ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. મહેસાણાના ધરોઇ ડેમ માટે એલર્ટ આપવામાં આવ્યું છે, જે 81.93 ટકા ભરાયો છે.

rain

મહીસાગરનો વાનાકબોરી ડેમ માટે હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ડેમ 100 ટકાથી વધુ ભરાઇ જવાને કારણે ઓવરફ્લો થઇ રહ્યો છે. આ ઉપરાંત મહીસાગર જિલ્લાના લુનાવાળાનો પાનામ ડેમ 47.75 ટકા ભરાયો છે.

પંચમહાલનો કારડ ડેમ 36.70 ટકા, સાબરકાંઠાના હરનાવ-2 અને ખેડવા ડેમ અનુક્રમે 62.75 અને 56.84 ટકા ભરાયા છે. હિંમતનગરમાં આવેલા ગુહાઇ અને હાથમતી ડેમ અનુક્રમે 53.28 અને 44.15 ટકા ભરાય છે. તો તલોદમાં આવેલા ઘોરથિયા અને જવાનપુરા ડેમ અનુક્રમે 25.90 અને 5.98 ટકા ભારાય છે.

અરવલ્લી જિલ્લામાં આવેલા મેશ્વો ડેમ 46.99 ટકા, માજમ ડેમ 26.52 ટકા, વૈદી ડેમ 44.12 ટકા, વાત્રક ડેમ 49.67 ટકા અને લાંક ડેમ 37.46 ભરાયા છે. આ સાથે ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલો વારાણસી ડેમ 39.44 ટકા ભરાયો છે.

બનાસકાંઠામાં આવેલો 86.99 ટકા ભરાયેલા દાંતીવાડા ડેમ માટે હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સીપુ ડેમ 20.67 ટકા ભરાયો છે. આ ઉપરાંત વડગામનો મુક્તેશ્વર ડેમ 26.04 ટકા ભરાયો છે.

rain

સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ડેમ છે. જેમાંથી મોરસાઇ ડેમ, વણસાઇ ડેમ અને ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે, જેથી તેના માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સાયલાના લીમડી-ભોગાવો માટે એલર્ટ આપવામાં આવ્યું છે, આ ડેમ 83.54 ટકા ભરાયો છે. આ ઉપરાંત સુબરી ડેમ 0.58 ટકા, નાયકા ડેમ 35.78 નિબંમણી ડેમ 64.85 ટકા અને સુખભાદર ડેમ 26.76 ટકા ભરાયા છે.

બોટાદમાં આઠ ડેમ છે, જેમાં ઉતાવળી ડેમ 83.24 ટકા, માલપરા 82.66 ટકા અને કાલુભાર ડેમ 87.77 ટકા ભરાય છે. આ ડેમો માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે બરવાળાના ખાંભડા ડેમ 79.27 ટકા ભરાઇ જતા તેના માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ધારી ડેમ 83.42 ટકા ભરાઇ જતા તેના માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘેલો-એસ અને માલગઢ અનુક્રમે 36.47 ટકા અને 54.17 ટકા ભરાઇ ગયા છે. આ સાથે કોટડા સાંગણીના કરમણ ડેમ, ગોંડલી ડેમ અને વચ્છપરી તેમજ જસદણનો ઇશ્વરિયા અને ગોંડલના વેરી ડેમ, કબીર સરોવર અને મોતીસાર, ધોરાજીના ભાદર ડેમ અને સોડવાદર ડેમ, ફોફલ-1 ડેમ, ફોફલ 2 ડેમ, મોજ ડેમ સુર્વો ડેમ અને ભાદર ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે, અને હાઇ એલર્ટ પર છે.

rain

અમરેલીના 7 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. જેમાં સાવર કુંડલાનો સુરજવાડી ડેમ, રાજુલાના ધતરવાડી-1 ડેમ અને ધતરવાડી ડેમ, બગસરાનો મૂંજસર ડેમ, ખાંભાનો રૈદી ડેમ અને ધારીનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાઇ જવાને કારણે તેમના માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘેલો-1 26.77 ટકા, વાડી ડેમ 57.47 ટકા, ઠેબી ડેમ 53.66 ટકા અને શેલગદેડુમણિ ડેમ 62.15 ટકા ભરાયા છે.

ભાવનગરના ભાગલ ડેમ, રોજકી ડેમ, શેત્રુંજી ડેમ અને રંઘોલા ડેમ 100 ટકા ભરાઇ ગયા છે. જે કારણે તેમના માટે હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લાખંકા ડેમ 83.34 ટકા ભરાઇ જતા તેના માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જસાપર-માંડવા ડેમ 17.53 ટકા, ખારો ડેમ 57.54 ટકા, હાનોલ ડેમ 60.67 ટકા, રાજવાલ ડેમ 25.92 ટકા, પીંગલી ડેમ 33.79, હમીરપરા ડેમ 31.59 ટકા અને મલન ડેમ 53.83 ટકા ભરાયા છે.

ગીર સોમનાથમાં આવેલા મચ્છુદ્રી ડેમ અને હિરણ-2 સંપૂર્ણ ભરાઇ ગયા છે, જે કારણે તેમના માટે હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાવલ ડેમ 81.38 ટકા ભરાઇ જતા તેના માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ગીર ગઢડાનો સિંગોડા ડેમ પણ 79.02 ટકા ભરાઇ ગયો છે, જેના માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

rain

જૂનાગઢ જિલ્લામાં આવેલા હિરણ-1, હિરણ-2, પ્રેમપરા, ઝાંજેશ્રી, મોટાગજેરિયા, ઉબેણ, હંસાપુર અને મધુવંતી ડેમ હાઇ એલર્ટ પર છે. આ તમામ ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. બનત્વા ખારો, ઓઝાત-2 માટે એલર્ટ આપવામાં આવ્યું છે, જે અનુક્રમે 84.24 ટકા અને 82.17 ટકા ભરાયો છે. વંથલીમાં આવેલો સાબલી ડેમ 50.95 ટકા ભરાયો છે. આ સાથે વિરાજમી ડેમ 76.02 ટકા, ઓઝાત ડેમ 12.26 ટકા અને ઓઝાત-વંથલી ડેમ 34.64 ટકા ભરાયા છે. પોરબંદરના કુતિયાણામાં આવેલો અમીપુર ડેમ 84.87 ટકા ભરાઇ ગયો હોવાથી તેના માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X