For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં ધોરણ 6 થી 8 ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવા કવાયત, આરોગ્ય વિભાગના રિપોર્ટની રાહ!

દેશના કેટલાક રાજ્યોને બાદ કરતા હવે મોટાભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેર થમી ગઈ છે. કોરોના કાબુમાં આવતા હવે સરકારો વિવિધ પ્રતિબંધો હટાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશના કેટલાક રાજ્યોને બાદ કરતા હવે મોટાભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેર થમી ગઈ છે. કોરોના કાબુમાં આવતા હવે સરકારો વિવિધ પ્રતિબંધો હટાવી રહી છે. ગુજરાતમાં પણ 9 ધોરણથી ઉપરની શાળાઓ અને કોલેજો શરૂ કરાયા બાદ હવે ગુજરાત સરકારે 6 થી 8 ધોરણના ઓફલાઈન ક્લાસ ફરીથી શરૂ કરવા માટે કવાયત શરૂ કરી છે.

school reopen

મળતી માહિતી મુજબ, હવે રાજ્યમાં કોરોનાના કેસ નહીં બરાબર છે ત્યારે રાજ્ય સરકારે ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ કરવા માટે વિચારણા શરૂ કરી છે અને સરકાર કોઈપણ સમયે તેની જાહેરાત કરી શકે છે. 6 થી 8 ના ક્લાસ શરૂ કરવા માટે શિક્ષણમંત્રીએ એક મહત્વપુર્ણ બેઠક યોજી છે. આ બેઠકમાં વર્તમાન સ્થિતીની સમિક્ષા અને શાળા શરૂ કરી શકાય કે નહીં તેને લઈને ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર આરોગ્ય વિભાગના રિપોર્ટની રાહ જોઈ રહી છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

સુત્રોનું માનીયે તો આજે સાંજ સુધીમાં સરકાર આ બાબતે પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. ઉલ્લેખનિય છે કે હાલ રાજ્યમાં 9 ધોરણ અને તેના ઉપરની શાળા અને કોલેજો શરૂ કરી દેવામં આવી છે. જો કે સાથે સાથે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ અને વાલીઓની પરમીશન ફરજીયાત કરવામાં આવી છે.

English summary
Exercise to start standard 6 to 8 classes in the state, waiting for the report of the health department!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X