For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Poll: એક્ઝિટ પોલ કેટલા સાચા હોય છે? ગત ચૂંટણીઓના અનુમાનો પરથી જાણો

શું એક્ઝિટ પોલ સાચા હોય છે? જાણો વિસ્તૃત માહિતી

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જે બાદ આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર થઈ જશે. આ દિવસે જ ગુજરાતની સાથોસાથ હિમાચલ પ્રદેશ અને અન્ય પાંચ રાજ્યોની છ વિધાનસભા અને એક લોકસભા સીટના પરિણામ ઘોષિત થશે.

exit poll

જો કે, આજે સાંજે સાડા પાંચ વાગ્યા બાદ તમામ એક્ઝિટ પોલના રિપોર્ટ આવવા લાગશે. જેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોની સરકાર બની શકે છે? કયા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળી શકે છે? શું ભાજપ બંને રાજ્યોમાં ફરી સરકાર બનાવવામાં સફળ થશે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી કોઈ બદલાવ લાવવામાં સફળ થશે? વગેરે જણાવવામાં આવશે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોણે એક્ઝિટ પોલમાં કેવા દાવા કર્યા હતા?

પાંચ વર્ષ પહેલાં એટલે કે 2017માં થયેલ વિધાનસભા ચૂંટણી બાદ પણ તમામ એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. જેમાં મોટાભાગનાઓએ ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી હોવાનો દાવો કર્યો હતો. જો કે સીટનું અનુમાન બધાએ અલગ-અલગ કર્યું હતું. સૌથી સટીક અનુમાન ઈન્ડિયા ટુડે એક્સિસનું હતું. જે મુજબ ભાજપને 99માંથી 113 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસને 68થી 82 સીટ આપવામાં આવી હતી.

એબીપી ન્યૂજ-સીએસડીએસ એક્ઝિટ પોલમાં પણ પૂર્ણ બહુમતી સાથે ભાજપની સત્તામાં વાપસીનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. એક્ઝિટ પોલમાં ભાજપને 117, કોંગ્રેસને 64 અને અન્યના ખાતામાં એક સીટ આપવામાં આવી હતી. આ પોલમાં ભાજપ 2012ની સરખામણીએ મોટી જીત હાંસલ કરશે તેવો દાવો કરાયો હતો. જો કે 2012માં ભાજપને 115 સીટ મળી હતી.

રિપબ્લિક જનની વાત કરીએ તો ભાજપને 115થી 130 સીટ પર જીત મળતી હોવાના અનુમાન જતાવવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસને 50થી 65 સીટ મળી રહી હોવાનો દાવો કરાયો હતો. ટાઈમ્સ નાઉ VNRના સર્વેએ ભાજપને 108થી 118, કોંગ્રેસને 61થી 71 સીટ આપી હતી. Zee Axisના સર્વેમાં ભાજપને 111, કોંગ્રેસને 71 સીટ મળવાનું અનુમાન કરાયું હતું.

TV9 સી વોટરે ભાજપને 109, કોંગ્રેસને 74 સીટ આપી હતી. વીડીપી એસોસિએટ્સે ભાજપને 142, કોંગ્રેસને 37 સીટ મળવાનું અનુમાન લગાવ્યું હતું. અન્યના ખાતામાં 3 સીટ આપી હતી. આ ઉપરાંત સીએનએક્સ સમયે ભાજપને 110થી 120 અને કોંગ્રેસને 65થી 75 સીટ મળવાનું અનુમાન લગાવ્યું હતું. ટુડે ચાણક્યએ ભાજપને 135, કોંગ્રેસને 47 સીટ આપી હતી. નિર્માણ ટીવી ગુજરાતે ભાજપને 104 અને કોંગ્રેસને 74 સીટ મળતી હોવાનું અનુમાન લગાવ્યું હતું. સી વોટરે ભાજપને 108, કોંગ્રેસને 74 સીટ આપી હતી.

LIVE EXIT POLLLIVE EXIT POLL

ગુજરાતમાં પાછલી વખતે શું પરિણામ આવ્યું?

પાછલી વખતે તમામ એજન્સીઓએ ગુજરાતમાં ભાજપની જીતનું અનુમાન લગાવ્યું હતું. જે સાચું નીકળ્યું હતું. જો કે સીટનું અનુમાન થોડું ઓછું-વધારે નીકળ્યું. 2017માં ભાજપને 99 સીટ પર જીત મળી હતી જ્યારે કોંગ્રેસને 77 સીટ પર જીત મળી હતી. 2012ના મુકાબલે કોંગ્રેસને 16 સીટ પર ફાયદો થયો હતો.

ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલ એકદમ સટીક નથી હોતા. એક્ઝિટ પોલના પરિણામ અને અસલી પરિણામમાં તફાવત હોય શકે છે. કેટલીક વખત એક્ઝિટ પોલ બિલકુલ ખોટા સાબિત થતા હોય છે તો કેટલીક વાર પરિણામ આસપાસ જ આવે છે.

English summary
Exit Poll: How accurate are exit polls? Learn from predictions of previous elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X