હિરાના વેપારીએ બેનામી સંપત્તિની વાતને અફવા ગણાવી

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય છે કે એક અંગ્રેજી વેબ સમાચાર પોસ્ટકાર્ડમાં છપાયેલી ખબર મુજબ સુરતના જાણીતા હિરાના વેપારી લાલજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતને ગંભીરતાથી લઇને તેમની 6000 કરોડની બેનામી સંપત્તિ જાહેર કરી છે તેવી વાત જણાવી હતી. જો કે વેબસાઇટનું પણ કહેવું હતું કે આ વાતે હજી સુધી કોઇ પૃષ્ઠી થઇ નથી.

Read Also: PMનો શૂટ ખરીદનાર વેપારીએ 6000 કરોડની બેનામી સંપત્તિ જાહેર કરી ભર્યો દંડ!

તો બીજી તરફ છેલ્લા બે દિવસથી ગુજરાતના સોશ્યસ મીડિયા પણ આવા જ કેટલાક સમાચારો ફેલાઇ રહ્યા હતા. જેમાં હિરાના વેપારી અને બ્લિડર વેપારીની બેનામી સંપત્તિ જાહેર કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં સાથે જ આ અંગે કરોડોનો દંડ ભરવાની પણ વાત ઉલ્લેખવામાં આવી હતી.

lalji patel

લાલજીભાઇની સ્પષ્ટતા
જે પર હિરાના વેપારી લાલજીભાઇ પટેલ સ્પષ્ટતા આપી છે કે આ તમામ સમાચારો અફવા છે. તેમણે જણાવ્યું કે "હું તો ખાલી એક હિરાનો વેપારી છું અને બિલ્ડીંગ ક્ષેત્ર સાથે તો બિલકુલ પણ જોડાયો નથી. વધુમાં મારો તો હિરા એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વેપાર છે. માટે આવા મેસેજ તદ્દન ખોટા અને અફવા જ છે"

lalaji patel

અફવાનું બજાર ગરમ છે
નોંધનીય છે કે જ્યારથી 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ થઇ છે વિવિધ પ્રકારની અફવાઓથી બજાર ભરાયેલુ રહે છે. પહેલા પણ મીઠા ખાંડના ભાવ વધવાની અફવા અફરાતફરી મચાવી ચૂકી હતી. તો વળી કેટલીક જગ્યાએ નોટો ખૂટી પડી હોવાની વાતો પણ સાંભળવા મળી હતી.

salt

અધિકારીઓની પણ સ્પષ્ટતા
તો બીજ તરફ આ અંગે ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા અધિકારીઓએ પણ સ્પષ્ટતા આપી છે કે તેમની પાસે આવી કોઇ મોટી બેનામી સંપત્તિ જાહેર થઇ હોય તેવી માહિતી નથી.

lalaji

કોણ છે લાલજી પટેલ?
ત્યારે સુરતના હિરાના આ જાણીતા વેપારી લાલજી પટેલ વિષે કેટલીક અન્ય વાતો જાણો અહીં...

  • બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ 10000 કન્યાઓની શિક્ષા માટે આ જ વેપારી કર્યું હતું 200 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
  • 4.31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પીએમ મોદીનો શૂટ
  • કર્મચારીઓને બોનસના રૂપે આપી હતી કાર અને એપાર્ટમેન્ટ.
  • નોંધનીય છે કે લાલજી પટેલ મોદીના જૂના સમર્થકોમાંથી એક છે.
English summary
According to Surat businessman Lalji Patel, his surrendered Rs.6000 Crore In Cash is rumor.
Please Wait while comments are loading...