વડોદરાના માલેતુજારો દારુની મહેફિલ માણતા ઝડપાયા

Subscribe to Oneindia News

વડોદરાના ભીમપુરા પાસે આવેલા અખંડ ફાર્મ હાઉસમાં ગઇ કાલે રાતે પોલિસે દરોડો પાડીને માલેતુજાર ઉદ્યોગપતિઓ સહિત 200 થી વધુ વ્યક્તિઓને ઝડપી પાડી હતી જેમાં 70 થી વધુ મહિલાઓ, જાણીતા પૂર્વ ક્રિકેટરો, વેપારીઓ અને નામાંકિત હસ્તીઓ પણ આ મહેફિલમાં સામેલ હતા.

liquor

ઘટનાની વિગત એવી છે કે વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીના સગાઇ નિમિત્તે પાર્ટી તેમના અખંડ ફાર્મ હાઉસમાં ચાલતી હતી. પોલિસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ત્યાં 200 વ્યક્તિઓમાં 70 થી વધુ મહિલાઓને જોઇને પોલિસ પણ ચોંકી ઉઠી હતી. ફાર્મ હાઉસ પરથી 15 કોથળા ભરીને વિદેશી દારુ જપ્ત કરાયો હતો. જેમાં 15 થી વધુ વિદેશી બ્રાંડની દારુની બોટલો હતી. તમામ લોકોને વડોદરાની સયાજીગંજ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવા માટે લઇ જવાયા હતા. બ્લડ સેમ્પલ લેવાયા બાદ મહિલાઓને રાતે જ છોડી મૂકવામાં આવી હતી જ્યારે પુરુષોને બ્લડ સેમ્પલ લેવાયા બાદ આજે સવારે જાતમુચરકા પણ છોડવામાં આવ્યા છે.

પોલિસે આ અંગે દારુબંધીના સુધારેલા કાયદા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલિસે મોડી રાતે પંચનામુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જોવાનું એ રહેશે કે પોલિસ આ માલેતુજારો પર આગળની કાર્યવાહી કેવી રીતે કરે છે.

English summary
famous industrialist & 200 family members arrested for liquor prohibition act
Please Wait while comments are loading...