નરેન્દ્ર મોદીના ચહકોએ રજૂ કર્યાં એનિમેશન ફિલ્મ - થીમ સોંગ
અમદાવાદ, 26 એપ્રિલ : ગુજરાત સ્થિત એક ફેન ક્લબ દ્વારા શુક્રવારે અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સંબંધિત અનેક મર્ચન્ડાઇઝ ઉપરાંત નરેન્દ્ર મોદી પરની એક એનિમેશન ફિલ્મ અને થીમ સોંગ લોન્ચ કર્યા હતા.
નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન આપવા માટે ઉત્સુક લોકો ની સંખ્યા વધતી જાય છે. સમર્થન વધારવાના પ્રયાસ હેઠળ અમદાવાદમાં તેમની એક ફેન ક્લબના સભ્યોએ તેમના પોટો વાળી વિવિધ વસ્તુઓ અને એનિમેશન ફિલ્મ તથા થીમ સોંગ માર્કેટમાં રજૂ કર્યું હતું.

આ અંગે ગુજરાત ગૌરવ ફેન ક્લબના અધ્યક્ષ રાજીવ છજ્જરે જણાવ્યું કે 'અમે એક કોફી ટેબલ બુક ઉપરાંત 'નેશન ઇઝ ઇન મોશન' નામની એક એનિમેશન ફિલ્મ અને તેમની વિરાટકદની પ્રતિકૃતિ માર્કેટમાં ઉતારી છે. કારણ કે અમે તેમના કાર્યોથી પ્રભાવિત થયા છીએ.'
ગુજરાત ફેન ક્લબની સ્થાપના વર્ષ 2005માં કરવામાં આવી હતી. આ ફેન ક્લબનો ઉદ્દેશ્ય ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિનો પ્રચાર કરવાનો છે. હવે તેઓ નરેન્દ્ર મોદી માટે મહત્તમ સમર્થન એકત્ર કરવા માટેના પ્રયાસો કરે છે.
છજ્જરે જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા તો તેઓ દેશની તમામ તકલીફો દૂર કરી દેશે. આ પ્રોડક્ટ્સના લોન્ચિંગ સમયે ક્લબ દ્વારા નરેન્દ્ર મોદી અંગે વિવિધ ભાષામાં લખાયેલી કુલ 121 પુસ્તકોનું પ્રદર્શન પણ યોજ્યું હતું. આ ફેન ક્લબના અધ્યક્ષે ભાજપ સાથે કોઇ રાજકીય સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે તેઓ વારાણસી અને દેશના અન્ય વિસ્તારોમાં નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરશે.












Click it and Unblock the Notifications
