બગસરામાં ખેડૂત શિબિર યોજાઈ, 34 ગામના ખેડૂતોને અપાયુ ટપક સિંચાઈ પદ્ધતિનુ જ્ઞાન

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ખાતે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ખેડૂત શિબિર યોજાઈ હતી.

બગસરાના મોટા મુંજીયાસર ગામે ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ખાતે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ખેડૂત શિબિર યોજાઈ હતી જેમાં ખેડૂતોને ડીપ ઈરીગેશન અંતર્ગત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેવામાં આ વર્ષે કમોસમી વરસાદના લીધે પાકને નુકશાન થયુ હતુ જ્યારે ઘણા વર્ષોમાં વરસાદ ન થતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે છે.

farmers

Recommended Video

બગસરામાં ખેડૂત શિબિર યોજવામાં આવી, 34 ગામના ખેડૂતોને અપાયું ટપક સિંચાઇ પદ્ધતિનું જ્ઞાન

ત્યારે ડીપ ઈરિગેશનથી થતા ફાયદા વિશે ખેડૂતોને સમજૂતી આપી હતી અને ખેડૂતોને ઓછા પાણીમાં વધુ ફાયદો થાય તેવા પ્રયાસો હાથ ધરી શકશે. આ અંગે અધિકારીઓએ ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપ્યુ હતુ. ડીપ ઈરિગેશનથી થતાં ફાયદા વિશે પણ સમજૂતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનુ આયોજન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાખોલિયાએ કર્યુ હતુ.

બાબુભાઈ દુઘાતે માહિતી આપી કે મોટા મુંજીયાસર ગામે જે ખેડૂત શિબિર યોજવામાં આવી તેમાં 34 ગામના ખેડૂતો હાજર રહ્યા હતા અને ડીપ ઈરિગેશન વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા. અનિયમિત વરસાદના કારણે તળમાં જ્યારે પાણી ઉંડા જતા રહ્યા હોય ત્યારે પોષણક્ષમ પાક લેવા માટે અને ડીપ વસાવીને તેના ફાયદા શું થાય તેના માટે તમામ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અત્યારે હવે ખેડૂતો ટેકનોલોજી વસાવવા તરફ આગળ વધી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને ફાયદા પણ થાય છે. પાક પણ સારા બને છે અને ભાવ પણ સારા બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X