For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં ખેડૂતોને ડુંગળીના પાકમાં થયુ લાખોનુ નુકશાન

રાજકોટમાં ઘણા સમયથી ડુંગળીના પાકમાં નુકશાન થઈ રહ્યુ છે. ખેડૂતોએ ડુંગળી વાવી હતી ત્યારથી માંડીને અત્યાર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટમાં ઘણા સમયથી ડુંગળીના પાકમાં નુકશાન થઈ રહ્યુ છે. ખેડૂતોએ ડુંગળી વાવી હતી ત્યારથી માંડીને અત્યાર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. ત્યારબાદ ડુંગળી નીકળ્યા પછી પણ સરકારે લૉકડાઉનના કારણે વાહન વિભાગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેના કારણે વિદેશી હુંડિયામણ કમાતુ એક સારામા સારુ સાધન હતુ તે પણ સરકારે પ્રતિબંધિત કરી દીધુ હતુ. અત્યારે ખેડૂત અઢીથી ત્રણ રૂપિયે કિલો ડુંગળી વેચવા માંગે છે છતાં કોઈ વેપારીઓ જોવા આવતા નથી. હાલમાં લૉકડાઉન અને આ અનિયમિત વરસાદનો સામનો કરી ખુલ્લેઆમ ખેતરમાં છોડી દેવી પડે છે.

onion

એક તરફ મસમોટા બિયારણમાં દવા અને ખાતરો વીઘે 25થી 30 હજારનો ખર્ચો કરીને આ ડુંગળીનુ ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. એક કિલોની સાતથી આઠ રૂપિયાની પડતર કિંમત હતી જે ખેડૂતોને અઢીથી ત્રણ રૂપિયે ઉપજ થતી હતી ત્યારે આ ડુંગળી માથે મૂકીને ખેડૂતોને રડવાનો વારો આવશે. આઠ વીઘે ખેડૂતોને 2 લાખથી 2 લાખ 20 હજાર રૂપિયાનુ નુકશાન થયુ હતુ. દિનેશભાઈ નામના એક ખેડૂતે જણાવ્યુ કે ગયા ચોમાસામાં ખૂબ સારો વરસાદ પડવાના કારણે ખેડૂતોએ સારા પ્રમાણમાં વાવેતર કરેલુ હતુ પરંતુ પાક તૈયાર થઈ ગયા બાદ કમોસમી વરસાદના કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને ત્યારબાદ સરકાર દ્વારા સિંચાઈ મારફત પાણી આપવામાં આવ્યુ હતુ.

વળી તેમણે ઉમેર્યુ કે ગયા વર્ષે ડુંગળીના સારા ભાવ મળવાના કારણે સૌરાષ્ટ્રમાં મોટાપાયે ડુંગળીનુ વાવેતર કરવામાં આવ્યુ હતુ. પરંતુ એક તરફ માવઠાનો માર અને બીજી તરફ કોરોના કહેરે ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી દીધા છે. ખેડૂતો ડુંગળી રસ્તા પર ફેંકી દેવા મજબૂર બન્યા છે તેમજ સરકાર દ્વારા જે સહાય કરવામાં આવે છે તે ખેડૂતો સુધી પહોંચતી નથી. અમારી માંગણી છે કે જુદી જુદી જાહેરાતો કરવાના બદલે ખેડૂતોને સીધી સહાય પહોંચાડવામાં આવે.

જામનગરથી વધુ એક શ્રમિક ટ્રેન દાનાપુર જવા રવાનાજામનગરથી વધુ એક શ્રમિક ટ્રેન દાનાપુર જવા રવાના

English summary
farmers lost millions in onion crop in Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X