For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ જિલ્લાના ખેડૂતો ડાંગરના ધરૂનું વાવેતર શરૂ કરાશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 જૂન : ગુજરાત રાજ્યમાં ચોમાસુ આવવાની તૈયારી છે. કેટલાય વિસ્તારોમાં છુટાંછવાયા ઝાપટાં પડી ગયા છે. અત્યારે ખેતરોમાં ડાંગરના ધરૂની વાવણી કરવાનો યોગ્ય સમય છે. આ સમયે ફતેવાડી સિંચાઇ નહેરમાં બુધવાર 25 જૂનથી નર્મદાના પાણી છોડાતા ધોળકા, બાવળા, સાણંદ, અને દસક્રોઇ તાલુકાના હજ્જામરો ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ હસ્તકની અમદાવાદ સિંચાઇ વર્તુળ કચેરીએ આજે વાસણા બેરેજ ખાતે શરૂ થતી ફતેવાડી નહેરમાં ખેડૂતોની સારી એવી સંખ્યામાં ઉપસ્થિતિ અને નર્મદે સર્વદેના જયનાદ વચ્ચે નર્મદાનું 300 કયૂસેકસ પાણી છોડવાનો પ્રારંભ કર્યો છે.

આમ થતા ખેંચાયેલા વરસાદના સંજોગો વચ્ચે પણ આ ચારેય તાલુકાઓમાં ધરૂ નાંખવા શકય બનતા ડાંગરના વાવેતર અને ઉત્પાદનનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. હાલમાં ડાંગરની રોપણી માટે ધરૂ નાંખવાનો સમય છે, ત્યારે ખેંચાયેલા વરસાદમાં નર્મદાનું પાણી નહેરોમાં છોડાતા નિર્ણયક સમયે જ પાણી છોડવાથી આગામી દિવસોમાં અંદાજે 33,600 હેકટરમાં ડાંગર સહિત જે તે ખરીફ પાકને સિંચાઇનો લાભ મળશે.

rice-plant-harvesting

ફતેવાડી નહેરમાં 300 કયૂસેકસ પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે જેને જરૂરિયાત મુજબ ક્રમશઃ વધારીને 1200 કયૂસેકસ સુધી વહેવડાવાશે. આ અંગે અધિક્ષક ઇજનર પી.સી.વ્યાસે જણાવ્યું હતું કે ફતેવાડી શાખા નહેરમાં છોડાયેલું નર્મદાનું પાણી ચાલુ ખરીફ સિઝન ઉપરાંત આગામી રવી સિઝનમાં 15 નવેમ્બંરથી છોડાશે જે 15 માર્ચ સુધી ચાલુ રખાશે. આમ ખરીફ અને રવી સિઝન માટે ફતેવાડી કેનાલ દ્વારા સતત પાણી છોડવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું હોવાથી ખેડૂતોએ સિંચાઇના પાણીની ચિંતા કરવાની જરૂર નથી.

નોંધનીય છે કે દસક્રોઇ, બાવળા, સાણંદ અને વિરમગામ વિસ્તારરમાં ફતેવાડી નહેર દ્વારા અંદાજે 29,000 હેકટરમાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગરના સારા ઉત્પાવદન માટે યોગ્ય સમયે ધરૂ નંખાય તે ખૂબ જરૂરી હોય છે. આ વિસ્તારમાં સિંચાઇની અન્ય કોઇ સગવડ ન હોવાથી નર્મદાના પાણી જ ડાંગરના વાવેતર માટે ઉપકારક નિવડયા છે. હવે આ પાણી કેનાલમાં છોડાતા 20-25 દિવસે ધરૂ તૈયાર થયે આ પાણી અથવા વરસાદના પગલે ખેડૂતો ડાંગરની રોપણી કરી શકશે.

આ ચારેય તાલુકાઓના કૃષિ અર્થતંત્રનો મુખ્ય આધાર ડાંગરની ખેતી પર જ છે. અંદાજે 90 ટકા ખેડૂતો ડાંગરની ખેતી સાથે સંકડાળયેલા છે તો બીજી તરફ અનેક શ્રમિકોને રોજગારી પૂરૂ પાડતા રાઇસમીલ ઉદ્યોગના ભવિષ્યેનો આધાર પણ નર્મદાના પાણીથી ડાંગરની ખેતી પર જ છે. બાવળામાં 100, ધોળકામાં 18 અને સાણંદમાં 15 રાઇસ મીલ આવેલી છે. આ વિસ્તારમાં સરેરાશ 2.17 લાખ મેટ્રિક ટન ડાંગરનું ઉત્પા્દન થાય છે. જેની ઉત્પાદકતા પ્રતિ હેકટર 2900 કિ.ગ્રા. છે.

કાર્યપાલક ઇજનેર જી.એમ.શાહે જણાવ્યું હતું કે ફતેવાડી કેનાલનું હવે રૂપિયા 102 કરોડના ખર્ચે નવનીકરણનું કામ પણ પૂર્ણ થઇ જતા કેનાલની વહનક્ષમતા વધી હોવાથી જે પાણી છોડવામાં આવ્યું છે, તેનો અંતરિયાળ વિસ્તારના ગામોને પણ લાભ થશે. નર્મદના પાણી ડાંગરને મળવાથી ડાંગરની ગુણવત્તા અને તેના ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થયો છે.

English summary
Farmers will start harvesting rice plants in Ahmedabad district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X