દ્વારકા જિલ્લામાં એક કોમના બે પરિવારો વચ્ચે અથડામણ, એકનું મોત, ચુસ્ત પોલિસ બંદોબસ્ત

Subscribe to Oneindia News

દ્વારકા જિલ્લાના સલાયામાં એક જ કોમના બે પરિવારો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

police

દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે એક જ કોમના બે પરિવાર વચ્ચે જૂની અદાવતને લઈને મોટી માથાકૂટ થઈ હતી. જેમાં સીદીક જસરાયાએ અબ્દુલ ભગાડ નામના શખ્સને પોતાની ગાડીથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ત્યારબાદ બંન્ને પરિવારના લોકો ધોકા અને તલવાર જેવા હથિયારો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ હથિયાર વડે એકબીજા પર તૂટી પડતા 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટીયરગેસના સેલ છોડીને ટોળા પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં આ બનાવને પગલે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

English summary
fight between two family of one community, one dead in dwarka
Please Wait while comments are loading...