કચ્છ જિલ્લામાં વૃદ્ધો અને દિવ્યાંગોને પાંચ વર્ષમાં 2237 લાખથી વધુની આર્થિક સહાય અપાઈ
નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, રાજ્યમાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના અંતર્ગત પેન્શન રૂપે સહાય ચૂકવવામાં આવે છે.

તેમણે જણાવ્યુ કે, કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના અંતર્ગત 23,232 લાભાર્થીઓને 2237.54 લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી છે.
1 જાન્યુઆરી 2023 થી 31 ડીસેમ્બર 2023 દરમિયાન કચ્છ જિલ્લામાં આ યોજના હેઠળ 575 અરજીઓ મળી હતી, જેમાંથી 568 અરજીઓ મંજૂર કરી લાભાર્થીઓને 38.74 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
જણાવી દઈએ કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને પેન્શનના રૂપમાં સહાય આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
