સિન્ટેક્ષ કંપની ગોડાઉનમાં લાગી ભયાનક આગ
જાફરાબાદની સિન્ટેક્ષ કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. જુઓ તસવીરો.
ગુજરાત ના જાફરાબાદના લુણસાપુરમાં આવેલ વિવાદિત સિન્ટેક્ષ કંપની ના ગોડાઉનમાં ભયાનક આગ લાગી છે. જેના કારણે કંપની ને મોટા પાયે નુક્શાન થયું છે તેની ભીતી છે. નોંધનીય છે કે આ આગ ગત 20 કલાકથી વધુ સમયથી લાગેલી છે. અને ફાયરબ્રિગ્રેડ દ્વારા ભારે મહેનત કરવા છતાં તેમને સફળતા નથી મળી. નોંધનીય છે કે આ શુક્રવારે આ ગોડાઉનમાં અગમ્યો કારણો સાથે ભીષણ આગ લાગી હતી. જે બાદ 5 થી વધુ ફાયર બ્રિગ્રેડ ત્યાં પહોંચી આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.

નોંધનીય છે કે ગોડાઉનમાં આગ લાગવાથી કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો છે. જેથી કરોડો રૂપિયાનું નુક્શાન થયું હોવાની આશંકા છે. જો કે સ્થાનિકોનું માનવું છે કે કંપનીની બેદરકારીના કારણે આ ભીષણ આગ લાગી છે. રાતે આ આગના ગોટા દૂરથી પણ દેખાતા હતા. ત્યારે આ આગ લાગવા પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી થયું.












Click it and Unblock the Notifications
