For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાઈકમાં પેટ્રોલ ભરતી વખતે અચાનક લાગી આગ, કર્મીની હિંમતથી બચ્યો જીવ

ગુજરાતના દીવમાં પેટ્રોલ પંપ પર બાઈકમાં પેટ્રોલ ભરતી વખતે દૂર્ઘટના બની ગઈ.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના દીવમાં પેટ્રોલ પંપ પર બાઈકમાં પેટ્રોલ ભરતી વખતે દૂર્ઘટના બની ગઈ. પેટ્રોલ પંપકર્મીએ જેવી બાઈકની અંદર પાઈપ નાખીને પેટ્રોલ ભરવાનુ શરૂ કર્યુ તેની બાઈકની ટાંકીમાં અચાનક આગ લાગી ગઈ. જેના કારણે પળવારમાં જ બાઈક આગની જ્વાળાઓથી ઘેરાઈ ગયુ. એ વખતે બાઈક પર બે વ્યક્તિ બેઠેલા હતા એ તાત્કાલિક ઉતરી ગયા.

પેટ્રોલ પંપની પાઈપમાં પણ લાગી આગ

પેટ્રોલ પંપની પાઈપમાં પણ લાગી આગ

બાઈકથી લાગેલી આગ પેટ્રોલ પંપની પાઈપમાં પણ લાગી ગઈ. પરંતુ એવા સમયે પેટ્રોલ પંપના કર્મીઓએ નીડર થઈને ફરીથી આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કરી દીધો. ફાયર સેફ્ટીના સિલિન્ડરથી આગ પર એક ખાસ પ્રકારનુ રસાયણ છાંટવામાં આવ્યુ જેનાથી તાત્કાલિક આગ ઓલવાઈ ગઈ નહિતર ત્યાં ભયંકર દૂર્ઘટના બની શકતી હતી.

આખી બાઈક સળગી ઉઠી

આખી બાઈક સળગી ઉઠી

માહિતી મુજબ ઘટના પેટ્રોલ પંપ પર બની. એ વખતે બે બાઈક ત્યાં ઉભેલી હતી અને એક પેટ્રોલ ભરાવી રહી હતી. એ વખતે બાઈકમાં આગ લાગી ગઈ. આ આગ એટલી ભયાનક હતી કે આખી બાઈક સળગી ઉઠી. જો કે આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી. સૌથી પહેલા આગ બાઈકની ટાંકીમાં લાગી.

આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી

આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી

જે બાઈકમાં આગ લાગી તેના પર એક વૃદ્ધ અને નવયુવક સવાર હતા. તે નવયુવાન જ્યારે ખીસ્સામાંંથી પૈસા કાઢી રહ્યો હતો અને ફિલર પેટ્રોલ ભરી રહ્યો હતો ત્યારે અચાનક બાઈકનુ પેટ્રોલની ટાંકીમાં આગ લાગી ગઈ.

CM ગહેલોતે રાજ્યપાલની શરતોનો કર્યો અસ્વીકાર, સત્ર બોલાવવુ સરકારનો હકCM ગહેલોતે રાજ્યપાલની શરતોનો કર્યો અસ્વીકાર, સત્ર બોલાવવુ સરકારનો હક

English summary
Fire broke out in the bike while filling petrol at the petrol pump.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X