મોડાસા પાસે ફટાકડાની ફેક્ટરીમાં આગ, 4 લોકોના મોત
અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે લાલપુર કંપામાં એક ભયાનક દુર્ઘટના ઘટી હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 4 લોકોના મોત થયા છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે એક પછી એક ઘણા વિસ્ફોટ થયા હતા. આગ એટલી ભીષણ હતી કે જ્વાળાઓ અને ધુમાડાના વાદળો દેખાવા લાગ્યા હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને કરી રહી છે. હાલ આગ લાગવા પાછળના કોઈ કારણો જાણી શકાયા નથી.

અરવલ્લી જિલ્લા એસપી સંજય ખરાતે આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે, ફટાકડાની કંપનીમાં આગ લાગવાને કારણે ચાર લોકોના મોત થયા છે. તેમને કહ્યું કે, અંદર માત્ર ચાર લોકો જ હતા, હજુ પણ કામગીરી ચાલુ છે.
રિપોર્ટ અનુસાર, આગ બાદ ફેક્ટરીમાંથી 5 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં આગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ફટાકડામાં વિસ્ફોટ થતા જોઈ શકાય છે.
#WATCH | A massive fire breaks out at a firecracker company in Aravalli district of Gujarat. Two fire tenders present at the spot. Further details awaited. pic.twitter.com/2oOnSHfpjk
— ANI (@ANI) April 20, 2023
આ દુર્ઘટનાથી કરોડો રૂપિયાનું નુકસાન થયુ હોવાનો અંદાજ છે. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. વેલ્ડિંગના કારણે સ્પાર્ક થતાં ગનપાઉડરમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગમાં પુરી ફેક્ટરી બળીને રાખ થઈ ગઈ હતી.












Click it and Unblock the Notifications
