પાલનપુરની બેન્કમાં લાગી આગઃ ભારે નુક્સાનની ભીતિ

પાલનપુર, 13 ઓક્ટોબરઃ પાલનપુર સ્થિત તિરુપતિ પ્લાઝા ખાતે આવેલી ધનલક્ષ્મી બેંકમાં આજે સવારે આગ લાગી હતી. જેના પર ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ અંગે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટ થવાના કારણે આગી હોવાનું અનુમાન છે. આ આગમાં બેન્કનો મોટાભાગનો સરસામાન બળીને ખાખ થઇ ગયો છે.

બનાવ અંગે જાણવા મળ્યાનુસાર સવારે 10 વાગ્યાની આસપાસ બેન્કમાંથી ધૂમાડો નિકળવા લાગ્યો હતો, જેની જાણ આસપાસના વેપારીઓને થતાં તેઓ બેન્કમાં દોડી ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ નહીં ઓલવાતા તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પૂર્વે જ બેન્કનો સરસામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની જાણ થયા બાદ આવેલી ફાયર બ્રિગેડની ટૂકડીએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના બનાવના કારણે માર્ગમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ અંગેની તસવીરો નીચે સ્લાઇડરમાં આપવામાં આવી છે. (તસવીરો સૌજન્યઃ જયેશ ચૌહાણ)

ફાયર બ્રિગેડને બોલાવાયુ

ફાયર બ્રિગેડને બોલાવાયુ

સવારે 10 વાગ્યાની આસપાસ બેન્કમાંથી ધૂમાડો નિકળવા લાગ્યો હતો, જેની જાણ આસપાસના વેપારીઓને થતાં તેઓ બેન્કમાં દોડી ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ નહીં ઓલવાતા તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

બેન્કનો સરસામાન બળીને ખાખ

બેન્કનો સરસામાન બળીને ખાખ

જોકે ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પૂર્વે જ બેન્કનો સરસામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની જાણ થયા બાદ આવેલી ફાયર બ્રિગેડની ટૂકડીએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

શોર્ટ સર્કિટ થવાના કારણે આગી હોવાનું અનુમાન

શોર્ટ સર્કિટ થવાના કારણે આગી હોવાનું અનુમાન

પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટ થવાના કારણે આગી હોવાનું અનુમાન છે. આ આગમાં બેન્કનો મોટાભાગનો સરસામાન બળીને ખાખ થઇ ગયો છે.

ટ્રાફિક જામ થઇ ગયો

ટ્રાફિક જામ થઇ ગયો

આગ લાગવાના બનાવની જાણ થતા લોકો બેન્ક પાસે દોડી આવ્યા હતા જેના કારણે માર્ગમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X