વલસાડના એક ગેરેજમાં અચાનક જ 2 ગાડીઓ ભડભડ બળી ઉઠી
વલસાડમાં ગેરેજમાં ભીષણ આગ. વધુ વાંચો અહીં.
વલસાડના રાજન નગરમાં આવેલ એક ગેરેજ માં આજે વહેલી સવારે ભીષણ લાગી આગ હતી. જોકે ગેરેજ બંધ હોવાથી કોઈ જાનહાની નહતી થઇ. પણ અચાનક જ એક કાર આગની લપેટમાં આવી જતા બીજી કાર પણ એક પછી એક લપેટમાં લેવાઇ જતા આસપાસના લોકોના જીવ અદ્ધર થયા હતા. જો કે સ્થાનિકોએ સમય સુચકતા વાપરતા ફાયરબ્રિગેડ જાણ કરી હતી. અને ફાયર ટીમ દ્વારા ટૂંક સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો.

હાલ સુત્રોથી જે માહિતી પ્રાપ્ત થઇ છે તે પ્રમાણે કોઈ અજાણ્યા ઈશ્મ દ્વારા ગેરેજની બાજુમાં પડેલ કચરામાં આગ લગાવવામાં આવી હતી. અને પાછળથી તે આગે ગેરેજમાં પાર્ક કરેલી બે કારને પોતાની લપેટ લઇ લીધી હતી. જેના કારણે આ આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગ્રેડ દ્વારા આગ પર કાબુ મેળવતા આસપાસના સ્થાનિકાના જીવ થાળે પડ્યો હતો.












Click it and Unblock the Notifications
