કોર્ટના નિર્ણય બાદ મોદીની પહેલી પ્રતિક્રિયા, 'સત્યમેવ જયતે'
ગાંધીનગર, 26 ડિસેમ્બરઃ ગુજરાત 2002 રમખાણ કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે રાહતના સમાચાર આવ્યા હતા. અમદાવાદની સ્થાનિક કોર્ટ દ્વારા જાકિયા ઝાફરીએ કરેલી અરજીને ખારીજ કરવામાં આવી હતી અને સિટ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલને યોગ્ય માની મોદીને ક્લિન ચિટ આપી હતી. કોર્ટના આ નિર્ણય બાદ નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમાં તેમણે સત્ય મેવ જયતે એવું કહ્યું છે.

નોંધનીય છે કે, અમદાવાદની કોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી એસઆઇટીની ક્લોઝર રિપોર્ટ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો અને આ રિપોર્ટને માન્ય ગણ્યો છે. એસઆઇટીએ મોદીને ક્લીન ચિટ આપી હતી. પરંતુ રમખાણમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીની પત્ની જાકિયા ઝાફરીએ ક્લોઝર રિપોર્ટને પડકાર્યો હતો. આ મામલામાં 2 ડિસેમ્બરના રોજ સુનાવણી થયા બાદ કોર્ટે પોતાનો ફેસલો 26મી સુધી સુરક્ષિત રાખી લીધો હતો.












Click it and Unblock the Notifications
