ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિયુક્તિ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિયુક્તિ
અમદાવાદઃ નવસારીના સાંસદ સીઆર પાટીલની ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જીતુ ભાઇ વાઘાણીના સ્થાને સીઆર પાટીની વરણી થઇ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહના પત્રથી આ પુષ્ટિ થઇ ગઇ છે કે આખરે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખને બદલી કાઢવામાં આવ્યા છે.

જેપી નડ્ડાએ જાહેર કરેલા પત્રમાં લખવામાં આવ્યું કે સીઆર પાટીલની તત્કાલિક અસરથી ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. સીઆર પાટીલની નિયુક્તિને લઇ દક્ષિણ ગુજરાતના તમામ કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. નિમણુક બાદ સીઆર પાટીલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે બેઠ કરી. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે સીઆર પાટીલની નિયુક્તિને આવકારી છે.
જણાવી દઇએ કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં દક્ષિણ ગુજરાતની તમામ જવાબદારીઓ સીઆર પાટીલના ખભે જ સોંપવામાં આવતી હતી અને તેઓના કામથી ભાજપ હાઇ કમિશન પણ બહુ ખુશ છે. 2017ની વિધાનસભામાં હાર્દિક પટેલ ભાજપને મોટું નુકસાન કરી શકે તેમ હતો ત્યારે સીઆર પાટીલની રણનીતિને ખાતર જ દક્ષિણ ગુજરાતમાં ભાજપ આટલુ સારું પ્રદર્શન કરી શકી હતી.
કોણ છે સીઆર પાટીલ
સીઆર પાટીલ નવસારી વિધાનસભા સીટ પરથી સાંસદ છે. લોકસબાની 2019ની ચૂંટણી દરમિયાન તેઓ 6,89,668 વોટના માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. સીઆર પાટીલનો જન્મ મહારાષ્ટ્રના જલગાવમા થયો હતો. ITI સુરતથી તેમણે સ્કૂલ પછીનો અભ્યાસ કર્યો. રાજકારણમાં જોડાતા પહેલા 1989માં તેઓ ખેડૂત અને બિઝનેસમેન હતા.












Click it and Unblock the Notifications
