અમદાવાદઃ મનથી હારી ગયેલ પાંચ લોકોએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદઃ મનથી હારી ગયેલ પાંચ લોકોએ જીવન ટૂંકાવ્યું

ક્યારેક લોકો નાની મોટી વાતોને દિલ પર લઈ લેતા હોય છે અને આવેશમાં એવું પગલું ભરી લેતા હોય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. અમદાવાદમાં પણ આવા જ પાંચ કિસ્સા સામે આવ્યા છે. પહેલી ઓગસ્ટે અમદાવાદના વિવિધ કેસમાં 4 મહિલા અને 1 પુરુષે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું. આત્મહત્યાના કેસમાં વ્યક્તિ તો પોતાની મુશ્કેલીઓને પડતી મૂકીને ચાલ્યો જાય છે પરંતુ તેના પરિજનોએ અંતે ભોગવવાનો વારો આવતો હોય છે.

વાડજનોના બરખાબેન ખેમચંદાણીએ આત્મહત્યા કરી

વાડજનોના બરખાબેન ખેમચંદાણીએ આત્મહત્યા કરી

જુના વાડજના ઝુલેલાલ મંદિરની બાજુમાં રહેતા બરખાબેન મહેશાઈ ખેમચંદાણીએ અગમ્ય કારણસર પહેલી ઓગસ્ટે બપોરે 1થી 6 વાગ્યા દરમિયાન પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે વાડજ પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુશિલાબેને જીવન ટુંકાવ્યું

સુશિલાબેને જીવન ટુંકાવ્યું

જવાહરચોક રામદેવપુરામાં રહેતા સુશિલાબેન ભરતભાઈ વાળએ ગુરુવારે સાંજે 1 વાગ્યે એસિડ પી લીધુ હતી. સારવાર અર્થે તેમને સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનાબેન તીવારીએ જીવન ટુંકાવ્યું

ભાવનાબેન તીવારીએ જીવન ટુંકાવ્યું

અન્ય એક કેસમાં સીતાબાઈની ચાલી ઉત્તમ ડેરી, અમરાઈવાડી પાસે રહેતા ભાવનાબેન રામરાજ તીવારીએ અગમ્ય કારણસર ફાંસો ખાઈ લીધો હતો. અમરાઈવાડી પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે. એઆર ચૌધરી આ મામલાની તપાસ ચલાવી રહ્યા છે.

વધુ એક આત્મહત્યા

વધુ એક આત્મહત્યા

વધુ એક કેસમાં શ્યામા પ્રસાદ મુખરજીનગર, ચાર માળીયા વટવા ખાતે રહેતા તસ્લીમબાનુ મોહમદઅનવર અંસારીએ આત્મહત્યા કરી હોવાનો કેસ સામે આવ્યો છે. તસ્લીમબાનુએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે વટવા પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દાણીલીમડાનો કેસ

દાણીલીમડાનો કેસ

ઉત્તમનગરમાં રહેતા નિલેશ શંકર પરમારે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ લીધો છે. લાંબા સમયથી નિલેશકુમાર પરમાર બીમારીમાં સપડાયા હતા. દાણીલીમડા પોલીસે આ મામલે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર એમજે કુરેશી આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X