For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flashback 2020: કોરોના, આગ, ચૂંટણી સહિતની ગુજરાતમાં બનેલી મુખ્ય ઘટનાઓ

ગુજરાત માટે વર્ષ 2020 કેવુ રહ્યુ તે આપણે ફ્લેશબેક 2020 દ્વારા કેટલીક ઘટનાઓના આધારે જાણીશુ.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2020ને અલવિદા કરવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ટૂંક સમયમાં આપણે નવા વર્ષ 2021માં પ્રવેશ પણ કરીશુ. 2020નુ વર્ષ ક્યારે પૂરુ થાય તેની સૌ કોઈ જાણે પ્રાર્થના કરતા હોય તેવુ પણ ઘણુ સાંભળવા મળ્યુ કારણકે આ વર્ષે ઘણી મુશ્કેલીઓ અને તારાજી સર્જાઈ છે. ગુજરાત માટે વર્ષ 2020 કેવુ રહ્યુ તે આપણે ફ્લેશબેક 2020 દ્વારા કેટલીક ઘટનાઓના આધારે જાણીશુ.

કોરોનાએ વર્તાવ્યો કાળો કહેર

કોરોનાએ વર્તાવ્યો કાળો કહેર

કોરોના મહામારીએ ગુજરાત સહિત દેશભરમાં ભારે હાહાકાર મચાવ્યો. ગુજરાતમાં કોરોના કેસો વધતા હોવાથી માર્ચ મહિનાથી લઈને લૉકડાઉન લાગુ કરાયા બાદ અનેક લોકોના વેપાર-ધંધા અને રોજગારી પર મોટી અસર થઈ. ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો. જો કે આ દરમિયાન રાજ્ય સરકાર તેમજ રાજ્ય પોલિસની સાથે સાથે કોરોના વૉરિયર્સ દ્વારા જે કામગીરી કરવામાં આવી તેના કારણે ફરીથી એક વાર ગુજરાત બેઠુ થઈ ગયુ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની વાત કરવામાં આવે તો તેની સંખ્યા 2 લાખથી પણ વધુ નોંધાઈ ચૂકી છે. જ્યારે 4 હજારથી પણ વધુ લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યા છે. ગુજરાતમાં કોરોના કાળમાં સ્કૂલ અને કૉલેજો બંધ રહેવાથી શિક્ષણ ક્ષેત્રે મોટી અસર ઉભી થઈ છે. જો કે કોરોના કાળમાં સ્કૂલો દ્વારા ઑનલાઈન શિક્ષણ આપવામાં આવ્યુ જેથી વિદ્યાર્થીઓનુ શિક્ષણ ન બગડે.

Recommended Video

ફ્લેશબેક 2020 : જાણો, ગુજરાતમાં વર્ષ દરમિયાન ઘટેલી પ્રમુખ ઘટનાઓ વિશે
વરસાદે સર્જી તારાજી

વરસાદે સર્જી તારાજી

આ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે ભારે તારાજી સર્જાવા પામી હતી. ઓગસ્ટ મહિનામાં વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોને મોટાપાયે નુકશા પહોંચ્યુ હતુ. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં જ 100 ટકા કરતા પણ વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઘણા જિલ્લાઓમાં સ્થિતિ વધુ ભયાનક બની હતી. રાજ્યમાં અનેક નદીઓમાં પૂર પણ આવ્યુ અને ઘણા ડેમો 100 ટકા ભરાઈ ગયા. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પેદા થઈ હતી. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં થઈ હતી. સૌરાષ્ટ્રના પણ અનેક પંથકમાં પૂરના કારણે પશુઓ તણાયા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી. જ્યારે કેટલાક ભાગોમાં પૂરના પ્રવાહમાં બાઈક અને કાર સહિત કેટલાક વાહનો તણાયા હતા. તો ચોમાસામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલ ભારે નુકશાનને લઈને રાજ્ય સરકાર દ્વારા પાકના નુકશાનના વળતરની જાહેરાત કરવામાં આવી હતી.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લહેરાવ્યો ભગવો

વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લહેરાવ્યો ભગવો

વર્ષ 2020ની વાત કરવામાં આવે તો તે ભાજપ માટે ફળદાયી નીવડ્યુ છે. વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસને કારમી હાર આપી હતી. અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર 3 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવ્યુ હતુ. જેનુ પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ તમામ આઠ વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપે આ ચૂંટણીમાં મોટાભાગની બેઠક પર કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટિકિટ આપી હતી જે ભાજપને ફળી હતી. આમ દિવાળી પહેલા જ ગુજરાત ભાજપમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને આ જીત સાથે કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આગની જ્વાળાઓમાં 14થી વધુ લોકો ભૂંજાયા

આગની જ્વાળાઓમાં 14થી વધુ લોકો ભૂંજાયા

ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત હતો એવી સ્થિતિમાં 2020માં ગુજરાતમાં હોસ્પિટલમાં આગની 4થી વધુ ઘટનાઓએ ભારે હાહાકાર મચાવ્યો હતો. આ આગની ઘટનાઓની નોંધ સર્વોચ્ચ અદાલતે લીધી હતી અને ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. રાજ્યમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગતા આઠ દર્દીઓના મોત થયા હતા અને ત્યારબાદ જ 25 ઓગસ્ટના રોજ જામનગરી જીજે હોસ્પિટલમાં આઈસીયુ વૉર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે આ ઘટનામાં કોઈ દર્દીનુ મોત થયુ નહોતુ. આ બે ઘટના બાદ સપ્ટેમ્બરમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જો કે આ બનાવમાં પણ સદનસીબે દર્દીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવના થોડા દિવસો બાદ જ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 6 દર્દીઓના કરુણ મોત નીપજ્યા હતા. હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શૉર્ટ સર્કિટ થતા આ આગ લાગી હતી. આમ રાજ્યમાં 2020માં કોરોના મહામારી વચ્ચે વિવિધ હોસ્પિટલોમાં આગ લાગતા 14થી વધુ દર્દી મોતને ભેટ્યા હતા. જેના પગલે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનો મુદ્દો ચર્ચાયો હતો. જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોય તેવી હોસ્પિટલો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ

વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ

વર્ષ 2020માં ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેથી લઈને અમદાવાદ-કેવડિયા સુધીની સી-પ્લેન સેવા શામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેનુ દિલ્લીમાં બેઠા બેઠા વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી 24 ઓક્ટોબરના રોજ ઉદઘાટન કર્યુ હતુ. આ ઉપરાંત પીએમ મોદીએ 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસ દરમિયાન કેવડિયા સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે સી-પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનુ 200 કિલોમીટરનુ અંતર કાપતા હવે અંદાજે માત્ર 50 મિનિટ જેટલો જ સમય લાગે છે. આ ઉપરાંત કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં પણ વિવિધ આકર્ષણો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેમાં જંગલ જંગલ સફારી, ફૂડ એન્ડ ન્યૂટ્રીશન પાર્ક ઉપરાંત આરોગ્ય વન અને એકતા મૉલનુ પણ લોકર્પણ કરાયુ હતુ.

પ્રાથમિક શિક્ષકો માટે લેવાયો મહત્વનો નિર્ણય

પ્રાથમિક શિક્ષકો માટે લેવાયો મહત્વનો નિર્ણય

વર્ષ 2020માં રાજ્ય સરકારે લીધેલા કેટલાક નિર્ણયોમાં રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો. લાંબા સમયથી રાજ્યના પ્રાથમિક શિક્ષકોની પડતર રહેલી માંગને સ્વીકારીને તેમને 4200નો ગ્રેડ પે મળતો રહેશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગ 25 જૂન, 2019ના પત્રથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તરીકે મળતો 4200 ગ્રેડ પેને બદલે 2800 ગ્રેડ પે થયાનો પત્ર 16 જુલાઈ, 2020થી સ્થગિજો કત કર્યો હતો. જો કે પ્રાથમિક શિક્ષકોના આંદોલનો સામે સરકાર આખરે ઝૂકી હતી અને શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ પ્રથમ ઉચ્ચતર પગારધોરણ મુજબ જ એટલે ક 4200 ગ્રેડ પે મળતો રહેશે તેવી જાહેરાત કરી હતી.

Forbes લિસ્ટમાં પહેલા નંબરે કાયલી જેનર, જાણો તેની આવકForbes લિસ્ટમાં પહેલા નંબરે કાયલી જેનર, જાણો તેની આવક

English summary
Flashback 2020: Important events in Gujarat occured during year 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X