For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જળબંબાકાર બન્યો પાટણ અને બનાસકાંઠા વિસ્તાર, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદે સમગ્ર ગુજરાતને જળબંબાકાર બનાવી દીધું છે. અનેક વિસ્તારોમાં પાણી એવી રીતે ભરાયા છે કે પાણી ક્યાં છે અને રસ્તો ક્યાં છે તે સમજવું મુશ્કેલ થઇ રહ્યું છે. વધુમાં બનાસ, સાબરમતી, નર્મદા જેવી મુખ્ય નદીઓ પણ ગાંડીતૂર બનીને બન્ને કાંઠે વહી રહી છે. જેના કારણે વિરમગામ, ધાનેરા, પાલનપુર, ડિસા, રાધનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાય છે.

ત્યારે આ ભારે વરસાદે જ્યાં બનાસકાંઠા, કચ્છ અને પાટણના અનેક વિસ્તારોને ખરાબ રીતે અસરગ્રસ્ત કર્યા છે. ત્યાં જ રોડ તૂટી પડતા લોકોને સુરક્ષિત સ્થાને કેવી રીતે જવું તે સમજાતું નથી.

છેલ્લા 14 કલાકમાં ઉત્તર ગુજરાતમાં લખણીમાં 22 ઇંચ અને ધાનેરા, વાવમાં 18 ઇંચ વરસાદ પડ્યો છે. નીચાળવાળા વિસ્તારોમાં 2500 લોકોએ સ્થળાંતર કર્યું છે. 3 હજાર જેટલા ગામોનો વીજપુરવઠો ખોરવાયો છે. અને કચ્છ અને બનાસકાંઠામાં રાહત કામગિરી માટે એનડીઆરએફની 6 ટીમોને કામ પર લગાડવામાં આવી છે. વધુમાં શંખેશ્વરમાં પણ 24 જેટલા મુસાફરોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે.

ત્યારે ગુજરાતમાં પૂરના આ તાંડવે દર્શાવી રહી છે આ તસવીરો. જુઓ આ ફોટોસ્લાઇર...

રાધનપુર

રાધનપુર

આ જે રાધનપુરની તસવીર જેમાં પાણી ગળે સુધી આવી ગયા છે અને લોકો છાપરા પર ચઢી અને તરીને રસ્તો પસાર કરી રહ્યા છે.

બાલારામ

બાલારામ

પાલનપુર પાસે આવેલ પવિત્રસ્થળ બાલારામ ખાતે બનાસ નદી બે કાંઠે વહી રહી છે.

બાલારામ મંદિર

બાલારામ મંદિર

બાલારામ મંદિરમાં પણ પાણી ભરાઇ ગયું છે અને જ્યાં જુઓ ત્યાં કાદવ અને પાણી જ દેખાય છે.

દાંતીવાડા ડેમ

દાંતીવાડા ડેમ

દાંતીવાડા ડેમનું આ દ્રશ્ય જેમાં ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અને જળસપાટી પણ ભયજનક સ્થિતિ પર છે.

દાંતીવાડા ડેમ

દાંતીવાડા ડેમ

દાંતીવાડા ડેમમાં પાણી કેટલા ઉફાળે ચઢ્યું છે તેની ચાડી આ ફોટો ખાય છે.

નીચાણવાળા વિસ્તાર

નીચાણવાળા વિસ્તાર

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે અને લોકો દોરડાની મદદથી સલામત સ્થળે જઇ રહ્યા છે.

રસ્તાઓ તૂટ્યા

રસ્તાઓ તૂટ્યા

સતત પડી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ તૂટ્યા છે અને જનજીવન ખોરવાયું છે.

હોલમાં પાણી

હોલમાં પાણી

પાલનપુર શહેરના જાણીતા કાનુભાઇ મહેતા હોલનું આ દ્રશ્ય છે જેમાં હોલની અંદર પણ પાણી ભરાઇ ગયું છે.

રસ્તાઓ જળબંબાકાર

રસ્તાઓ જળબંબાકાર

પાલનપુરના રસ્તાઓ જળબંબાકાર થઇ ગયા છે અને રસ્તો ક્યાં છે તે સમજવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.

બિલ્ડિંગો પાણીમાં ગરકાવ

બિલ્ડિંગો પાણીમાં ગરકાવ

પાલનપુર શહેરમાં અનેક બિલ્ડીંગો પાણીમાં ગરકાવ થઇ ગઇ છે અને બે માળના મકાનના પહેલા માળ સુધી પાણી આવી ગયું છે.

રસ્તા બન્યા નદી

રસ્તા બન્યા નદી

પાલનપુર શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.

અમદાવાદ રિવરફર્ન્ટ

અમદાવાદ રિવરફર્ન્ટ

આ છે અમદાવાદ રિવરફર્ન્ટનો વિસ્તાર. જેમાં રિવરફર્ન્ટની નીચે જે વોકિંગ માટેનો એરિયા છે તે પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

નદી બે કાંઠા

નદી બે કાંઠા

આ ફોટોમાં સાબરમતી બે કાંઠે વહી રહી છે. વળી જળસપાટીની ભયજનક સ્થિતિમાં વહેતી જોવા મળે છે.

3500 ઝાડ તૂટી પડ્યા

3500 ઝાડ તૂટી પડ્યા

બનાસકાંઠામાં અનેક જગ્યાએ ઝાડ જડમૂળની તૂટી ગયા છે જે આ પૂરની ભયાવહતા બતાવે છે.

હેલિકોપ્ટની બચાવ કામગિરી

હેલિકોપ્ટની બચાવ કામગિરી

ભારતીય વાયુ દળના કર્મચારીઓએ ઉત્તર ગુજરાતના ગુગલ ગામ ખાતે બચાવ કામગિરી હાથ ધરી છે.

પંચાસરમાં બસમાં ફસાયા લોકો

પંચાસરમાં બસમાં ફસાયા લોકો

પાટણના જિલ્લાના પંચાસર ગામમાં પાણીમાં બસ ગરકાવ થતા બચાવ માટે હેલિકોપ્ટર બોલાવું પડ્યું.

લોકો કહયું કોઇ તો બચાવો

લોકો કહયું કોઇ તો બચાવો

પાટણ જિલ્લાનો આ ફોટો જ્યાં ચારે બાજુ ખાલી પાણી જ પાણી છે. અને લોકો એક દોરડાના સાહેરે મદદની રાહ જોતા ઊભા છે.

એનડીઆરએફની બચાવ કામગીરી

એનડીઆરએફની બચાવ કામગીરી

પાટણ અને બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં લોકોને એનડીઆરએફની બચાવ ટીમે હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થળે લઇ જઇ રહ્યા છે.

English summary
Flood Hits Patan and Banaskantha, 20 Villages Submerged
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X