For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણની ઘટના સદર્ભે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી SITની રચના

દરમિયાન પાટણની ઘટનાની ગંભીરતા સમજીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદનશીલતા બતાવીને પોલીસ મહાનિરીક્ષકશ્રીની અધ્યક્ષતામાં ખાસ તપાસ દળ (SIT) ની રચના કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

દરમિયાન પાટણની ઘટનાની ગંભીરતા સમજીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદનશીલતા બતાવીને પોલીસ મહાનિરીક્ષકશ્રીની અધ્યક્ષતામાં ખાસ તપાસ દળ (SIT) ની રચના કરી છે. જે 31 માર્ચ 2018 સુધીમાં પોતાનો અહેવાલ સોંપશે. આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાટણના દુદખા ગામની ઘટના પ્રત્યે સરકાર ઘણી ગંભીર છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ પ્રકારે સહાયરૂપ થવા માટેના નિર્ણયો કર્યા છે.

gujarat sarkar

ઘટનાની ન્યાયિક તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે જેમાં આઇજીપી નરસિમ્હ કોમર, નિવૃત અધિક સચિવ કીરિટ અર્ધવ્યું, પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણનો સમાવેશ કરવામાં આવ્યો છે

દરમિયાન પાટણના મૃતક ભાનુભાઈને જમીન આપ્યા બાદ મણિયારી ગામના હિજરતી દલિત પરિવારોને પણ જમીનના ઓર્ડર ઇશ્યૂ કરવામાં આવ્યા છે. પોતાની જમીન પરત મળતા પરિવારોએ રાજય સરકારનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામમાં રહેતા દલિત પરિવારો એકાદ વર્ષ અગાઉ જાતિના મુદ્દે હિજરત કરી ગયા હતા અને પોતાને ન્યાય મળે તે માટે કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. તે અરજીના ઉકેલરૂપે કલેક્ટરે મણિયારી ગામના સાત જેટલા પરિવારોને પાટણ શહેરના બરકતપુરા ખાતે મકાનના પ્લોટ ફાળવ્યા હતા.

English summary
For Patan incident gujarat sarkar made SIT.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X