For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇતિહાસમાં પહેલીવાર સાબરમતીમાં એક પણ મૂર્તિ વિસર્જિત નથી થઇ

ભગવાન ગણેશનો તહેવાર શરૂ થયા ત્યારથી વિસર્જનના અંતિમ દિવસ સુધી આ વખતે ગુજરાતમાં સાબરમતી નદીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ન હતું.

|
Google Oneindia Gujarati News

ભગવાન ગણેશનો તહેવાર શરૂ થયા ત્યારથી વિસર્જનના અંતિમ દિવસ સુધી આ વખતે ગુજરાતમાં સાબરમતી નદીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ન હતું. લોકો મૂર્તિનું વિસર્જન કરવા માટે રિવરફ્રન્ટ અને અન્ય સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા. મહાનગર પાલિકા દ્વારા આવા 61 વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા હતા. શહેરમાંથી આશરે 50 હજાર મૂર્તિઓ આ કુત્રિમ કુંડમાં વિસર્જિત કરવામાં આવી હતી. ઇતિહાસમાં આવું પહેલી વાર થયું છે. ખુશી વ્યક્ત કરતાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે લોકોની જાગૃતિને કારણે આવું શક્ય બન્યું છે.

ganesh chaturthi

જણાવી દઈએ કે, નદીને પ્રદૂષણ મુક્ત રાખવા માટે આ વખતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ સાબરમતીમાં મૂર્તિઓ વિસર્જિત ના કરે તેના માટે 5 નૌકાઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવતું હતું. તેમજ 1000 પોલીસકર્મીઓને પણ તૈનાત કર્યા હતા. 1500 મજૂરોને કૃત્રિમ કુંડમાં ફરજ પર મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, શહેરભરમાંથી અહીં 71 ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બધાને લીધે, શહેરના લોકો સાબરમતીને બદલે કૃત્રિમ કુડોમાં ગણપતિનું વિસર્જન કરવું યોગ્ય માનતા હતા. તેનાથી પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે સારો સંદેશ પણ મળ્યો.

ganesh chaturthi

પત્રકારના જણાવ્યા અનુસાર સાબરમતીમાં લોકો મૂર્તિઓ વિસર્જિત ના કરે તેના માટે એક હજાર પોલીસ જવાનો ઉપરાંત ખાનગી સુરક્ષા અને બાઉન્સર્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. અમદાવાદ નજીક ઈન્દિરા બ્રિજ પાસે કૃત્રિમ કુંડમાંગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતના 22 જિલ્લામાં આ વર્ષે 100% થી વધુ વરસાદ, નર્મદા ડેમ 91% ભરાયો

English summary
For the first time in history, not a single ganesh idol has been dissolved in Sabarmati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X