For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્ડ સાણંદના પ્લાન્ટને વૈશ્વિક કોમ્પેક્ટ કાર હબ બનાવશે

|
Google Oneindia Gujarati News

સાણંદ, 25 જુલાઇ : અમેરિકન કાર ઉત્‍પાદક કંપની ફોર્ડ મોટર વર્ષ 2014માં ગુજરાતમાં સાણંદ સ્‍થિત તેનો કાર પ્‍લાન્‍ટ શરૂ થાય ત્‍યાર બાદ કોમ્‍પેકટ કારના વૈશ્વિક ઉત્‍પાદન માટે ભારતને મુખ્‍ય મથક બનાવવાની યોજના ધરાવે છે.

આ પ્રોજેકટને B562 કોડનેમ આપવામાં આવ્યું છે. આ કોડનેમવાળા એક જ પ્‍લેટફોર્મ પર ત્રણ જુદી જુદી કોમ્‍પેકટ કાર બનાવવામાં આવશે. ફોર્ડનું પગલું વૈશ્વિક ઉત્‍પાદનના પુનર્ગઠનની યોજનાનો એક ભાગ છે. જેમાં યુરોપના અન્‍ય બેઝની તુલનામાં ભારત પર વધુ જવાબદારી મુકવામાં આવશે. પ્રોજેકટની જાણકારી ધરાવતા ચાર સુત્રએ જણાવ્‍યું હતું કે B562 પ્રોજેકટ અત્‍યારે તૈયાર થઇ રહ્યો છે.

ford

આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી બે ત્રણ વર્ષમાં નાની હેચબેક, ચાર મીટરથી ઓછી લંબાઇની સેડાન અને મધ્‍યમ કદની કોમ્‍પેકટ સેડાનના લોન્‍ચિંગની વિચારણા થઇ રહી છે. હેચબેક અને મધ્‍યમ કદની કોમ્‍પેકટ સેડાનને વિકસાવવાનું કામ ઝડપી બની રહ્યું છે. ચાર મીટરથી નાની સેડાન હજુ વિચારણાના તબક્કે છે.

ફોર્ડ મોટર કંપનીના ગ્‍લોબલ સીઇઓ એલન મુલાલીએ મીડિયા સાથેની તાજેતરની વાતચીતમાં ભારતના વધી રહેલા મહત્‍વ પર ભાર મૂકયો હતો. મુલાલીએ જણાવ્યું હતું કે ‘અમેરિકાની જેમ યુરોપમાં પણ કારની માગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે અમે ઉત્‍પાદન અન્‍યત્ર ખસેડી રહ્યા છીએ. અમે નવા વાહનો પણ લોન્‍ચ કરી રહ્યાં છીએ. ગ્રાહકો નાણાનું સારું વળતર માગે છે, એટલે અમને પુનર્ગઠન પૂર્ણ કરતાં લગભગ બે વર્ષ લાગશે.'

તેમણે જણાવ્યું કે ચાર મીટરથી ઓછી સેડાન અંગે આખરી નિર્ણય લેવાશે તો એ હેચબેકને ફિગોની કેટેગરીમાં લોન્‍ચ કરવામાં આવશે. તેની સ્‍પર્ધા મારુતિ સૂઝૂકી, ડીઝાયર અને હોન્‍ડા અમેઝ તેમજ મધ્‍યમ કદની કોમ્‍પેકટ કાર ફિએસ્‍ટા કલાસીક સાથે થશે.

English summary
Ford will make Sanand plant as global compact car hub
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X