ગુજરાતમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરિયા 'આપ'માં જોડાયા

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 1 જાન્યુઆરી: ગુજરાતમાં સૌરાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કળસરિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. તેમણે ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીની પૂર્વ સંધ્યા પર ભારતીય જનતા પાર્ટી સાથેનો છેડો ફાડી લીધો હતો.

આપમાં જોડાયા બાદ કનુભાઇએ જણાવ્યું કે 'હું સમયથી કોંગ્રેસમાં જોડાવાનું વિચારી રહ્યો હતો, પરંતુ ભગવાને મને બચાવી લીધો અને એક સામાન્ય માણસની પાર્ટી તરીકે 'આપ'માં મને જોડાવાની તક મળી છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે હું આપમાં જોડાયો છું. હું લોકોને પૂછીને આપમાં જોડાયો છું. હું વ્યવસાયે ડોક્ટર છું માટે મને લોકોની સેવામાં રસ છે સત્તા અને પક્ષા બીજા વિકલ્પો છે. ભાજપમાં મારો અનુભવ ખરાબ રહ્યો છે. તેમાં લોકોના અવાજને દબાવી દેવામાં આવે છે જ્યારે આપ એ પોતે લોકોનો અવાજ છે.'

kanubhai kalsariya
ડો. કનુભાઇએ આયોજિત રેલીમાં આજે 'આપ'નો છેડો પકડી લીધો છે. ગયા વર્ષે તેમની મોદી સરકાર સાથેની અનબન ખુલીને મીડિયા સામે આવી ગઇ હતી, જ્યારે તેમણે નિરમા કંપનીના વિરોધમાં પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવામાં એક જળ સંગ્રહણ ક્ષેત્રમાં નિરમા કંપનીના સિમેન્ટ કારખાનાનો વિરોધ કર્યો હતો. જ્યારે રાજ્ય સરકારે કારખાનું ખોલવાની પોતાની સહમતી આપી દીધી હતી.

ત્યારબાદ હાઇકોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને આ કારખાનું ખુલી શક્યું નહીં. તેમણે ભાવનગર જિલ્લાના મીઠી વીરડી પરમાણું સંયંત્રનો પણ વિરોધ કર્યો હતો. ભાજપ છોડીને તેમને સદભાવના મંચનું ગઠન કર્યું હતું અને વિધાનસભામાં પોતાના પાંચ ઉમેદવારોને ઉતાર્યા હતા, પરંતુ તમામ ઉમેદવારો ચૂંટણી હારી ગયા.

English summary
Formar BJP MLA Kanubhai Kalsariya joined the Aam Admi Party.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.