ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું નિધન થયું
ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હતા.
ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. આખરે લાંબી બીમારી પછી તેમનું નિધન થયું છે. મળતી માહિતી અનુસાર જામકંડોરણા ખાતે અંતિમ દર્શન કરવા માટે તેમનો પાર્થિવ દેહ મુકવામાં આવશે.

આપને જણાવી દઈએ કે ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલ ભાઈ રાદડિયા પોરબંદરના પૂર્વ સાંસદ હતા. આવતી કાલે જામકંડોરણાના નિવાસસ્થાને અંતિમવિધિ કરવામાં આવશે. જામકંડોરણાની કન્યા છાત્રાલય ખાતે તેમના અંતિમ દર્શન કરી શકાશે. આવતી કાલે બપોરે 1 વાગ્યે નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે. વિઠ્ઠલ ભાઈ રાદડિયા 1990 થી 2007 સુધી ધારાસભ્ય રહ્યા હતા. વિઠ્ઠલ ભાઈ રાદડિયા પાટીદાર સમાજમાં સારું પ્રભુત્વ ધરાવતા હતા.
તેમના નિધનની સૂચના વિઠ્ઠલ રાદડિયાના દીકરા અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આપી. વિઠ્ઠલ રાદડિયા લાંબા સમયથી બીમાર હતા. તેમને પાયેરિયા હતો ઉપચાર પછી તેમને કેન્સર થયો હતો. ત્યારપછી તેમની બીમારી સતત વધી હતી. અંતે તેઓ ધીરે ધીરે પોતાની યાદશક્તિ ગુમાવવા લાગ્યા હતા. વિઠ્ઠલ રાદડિયાના નિધનથી સૌરાષ્ટ્રના લોકો અને તેમના સમર્થકો દુઃખી છે. વિઠ્ઠલ રાદડિયાના છ વખત વિધાયક રહી ચુક્યા છે અને એક વખત સાંસદ પણ રહ્યા છે.












Click it and Unblock the Notifications
