કરોડોના કૌભાંડી સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જેલ હવાલે કરાયા
સુરેન્દ્રનગર જમીન એન.એ. કૌભાંડના આરોપી અને પૂર્વ સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પાંચ દિવસની પૂછપરછ બાદ ઇડી (ED) દ્વારા રાજેન્દ્ર પટેલને અમદાવાદની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા, કોર્ટે પૂર્વ કલેક્ટરને સાબરમતી જેલમાં મોકલવાનો મહત્વનો આદેશ કર્યો હતો.
તત્કાલીન કલેક્ટર વિરુદ્ધ જમીન હેતુ ફેરફાર પ્રકરણમાં આર્થિક ગેરરીતિના ગંભીર આક્ષેપો થયેલા છે, જેના પગલે તપાસ એજન્સી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
