For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય 500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નેતાઓનો પક્ષ પલટો શરૂ થયો. વડોદરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય 500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા. આ અંગે વધુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓની પક્ષ પલટો કરવાની શરૂઆત ચાલુ થઈ ગઈ છે. વડોદરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિએ પોતાના 500 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીએ તમામ કોંગ્રેસના નેતાઓને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. આ પહેલા સોમવારે ખેડા કોંગ્રેસના જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ પરમાર, સહિતના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

gujarat

પૂર્વ કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ છોડ્યા બાદથી ભાજપમાં શરૂ થયેલી કોંગ્રેસના કાર્યકર્તાઓની ભરતી સતત ચાલુ રહી છે. જેમાં મોટા નેતાઓથી લઈને કાર્યકતાઓ જોડાઈ રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને 13 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચુક્યા છે. શંકરસિંહને બાદ કરીને તમામ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડ્યા છે. આગામી સમયમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહે તેવી પુરી શક્યતા રહેલી છે. એક તરફ કોંગ્રેસના તેનાઓ એક પછી એક રાજીનામાં આપી ને તેની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા કરીને ચૂંટણી પ્રચારમાં સક્રિય થઈ ગઈ છે.

English summary
Former Congress MLA joins BJP with 500 activists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X