Gujarat Assembly Election 2022: વિજય રૂપાણીએ મતદાન કર્યું, ભાજપ જીતતી હોવાનો કર્યો દાવો
વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ રાજકોટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન ભાજપની જીતનો દાવો કર્યો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આજે પ્રથમ તબક્કો છે, સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ દર વખતે ભાજપને કાંટાની ટક્કર આપતી હોવાથી પ્રથમ તબક્કો બહુ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભાજપના વિવિધ નેતાઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ રાજકોટમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને આ દરમિયાન તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં દાવો કર્યો, 'ભાજપ સતત સાતમી વખત સરકાર બનાવશે.' આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાને નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર પૂરો ભરોસો છે અને જનતા અમને બહુમતીથી આ વખતે પણ જીતવી રહ્યા છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યું કે, ભાજપ માટે મતદાતા જ ચૂંટણી લડી રહ્યા છે, તેમનો નરેન્દ્ર મોદી પ્રત્યે વિશ્વાસ. ભાજપ આ વખતે ત્રણ રેકોર્ડ બનાવશે, સૌથી વધુ સીટ જીતશે, સૌથી વધુ માર્જિનથી જીતશું અને સૌથી વધુ વોટશેર અમને મળશે.
રિવાબા જાડેજા આજે રાજકોટ મતદાન કરવા પહોંચ્યા હતાં. ત્યાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન તેમણે દાવો કર્યો કે ભાજપ તેના ટાર્ગેટ મુજબ 145 સીટ જીતીને ફરી એકવાર સરકાર બનાવી રહી છે. અમે માઈક્રો મેનેજમેન્ટથી કામ કર્યું છે અને ગુજરાતની જનતા અમારા પર ભરોસો કરે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાતના 19 જિલ્લાની કુલ 89 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ વખતે ગુજરાતની મોટાભાગની સીટ પર આમ આદમી પાર્ટીને કારણે ત્રિપાંખીય જંગ જોવા મળી રહ્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
